Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુરમાં રાત્રે જુગટુ રમતા 5 શખસો જબ્બે

આદિપુરમાં રાત્રે જુગટુ રમતા 5 શખસો જબ્બે

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 03:10 AM

આદિપુરની શાક માર્કેટમાં રાત્રીના પોણા એક વાગે જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસ પકડી પાડ્યા હતા. આદિપુર પોલીસ...

  • આદિપુરમાં રાત્રે જુગટુ રમતા 5 શખસો જબ્બે
    આદિપુરની શાક માર્કેટમાં રાત્રીના પોણા એક વાગે જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસ પકડી પાડ્યા હતા. આદિપુર પોલીસ સોમવારના રાત્રીએ રેગ્યુલર પેટ્રોલીંગમાં હતી ત્યારે શહેર મધ્યે આવેલી શાક માર્કેટમાં રાઉન્ડ મારતા ત્યાં વીજળીના થાંભલાના પ્રકાશે જુગાર રમતા શખ્સો દેખાયા હતા. જેમાં દીલીપ ભીમજી પ્રજાપતિ (રહે. મણીનગર, આદિપુર), મનીષ મેઘજી સોલંકી (રહે. આદિપુર), સંજય રવજી ઝેર (રહે. અંતરજાળ), મોહીત મેઘજી સોલંકી (રહે. આદિપુર) અને વિકાસ વાલજી લાવડીયા (રહે. અંતરજાળ) ને 7900 રોકડ સાથે પકડી પાડ્યા હતા. પાંચેય વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ફરીયાદ દાખલ કરી અટક કરાઈ હતી. છેલ્લા દશેક દિવસમાં જુગારની મહેફીલ રમતા ખેલાડીઓને પોલીસે સળીયા પાછળ ધકેલી દીધાના જુદા જુદા સ્થળે બનાવો બન્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending