Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સ્ત્રી કુંટુંબનો સ્તંભ છે, તેણે પોતાનું ધ્યાન રાખવુ જોઇએ

સ્ત્રી કુંટુંબનો સ્તંભ છે, તેણે પોતાનું ધ્યાન રાખવુ જોઇએ

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 03:10 AM

ગાંધીધામમાં વીંગ્સ ગ્રુપ દ્વારા અશિક્ષિત મહિલાઓમાં શિક્ષણના પ્રયાસોના લાભાર્થે સ્ત્રી સશક્તિકરણ વિષય પર...

  • સ્ત્રી કુંટુંબનો સ્તંભ છે, તેણે પોતાનું ધ્યાન રાખવુ જોઇએ
    ગાંધીધામમાં વીંગ્સ ગ્રુપ દ્વારા અશિક્ષિત મહિલાઓમાં શિક્ષણના પ્રયાસોના લાભાર્થે સ્ત્રી સશક્તિકરણ વિષય પર લેખકના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં તેમણે સ્ત્રીએ પરીવારનો સ્તંભ સમાન હોવાથી તેણે કઈ રીતે પોતાનું ખ્યાલ રાખવો જોઇએ તે સહિતના મહિલા સંલગ્ન મુદાઓની સમજ આપી હતી.

    ગાંધીધામના નેક્સસ ક્લબ ખાતે આયોજીત વક્તવ્યમાં કાજલ ઓઝા વૈધે જણાવ્યું હતંુ કે જો દીકરીને દિકરાની જેમ ઉછેરવામાં જો કોઇ છોછ નથી તો પુત્રને પણ પુત્રીની જેમ ઉછેરવામાં કોઇ સંકોચ ન હોવો જોઇએ. જેમ દીકરી ઘરનું કામ કરતી હોય છે તેમ પુત્રોને પણ ઘરનું દરેક કામ કરતા આવડવું જોઇએ. આ સાથે તેમણે દિકરી-માતા વચ્ચેના સબંધ, સુખી દામ્પત્ય જીવન સહિતના વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં છાયા ચૌહાણ, પલ્લવી શશી ધરણ, ગુરપ્રીત સૈની સહિતની ગ્રુપની મહિલાઓએ સહયોગ આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending