તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નરકંકાલ મામલે ગુનાહિત ઇતિહાસના આરોપીની અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરકંકાલ મામલે ગુનાહિત ઇતિહાસના આરોપીની અટક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કંડલાસંકુલમાં ચકચાર મચાવનારા કેપીટી ગ્રાઉન્ડ પાસેની ઝાડીઓમાંથી સળગાવી દેવાયેલી હાલતમાં મળી આવેલા નરકંકાલ મામલામાં મૃતકના પત્નીના પ્રેમીએ જે મિત્ર સાથે મળીને હત્યા નીપજાવી હતી, તેની પોલીસે અટક કરી લીધી હતી. આમ, મામલો સંપૂર્ણપણે ઉકેલી લેવાયો હતો.

કે.પી.ટી. ગ્રાઉન્ડ પાસે મળી આવેલા નરકંકાલ મામલે અગાઉ 24 કલાકમાં બે આરોપીની અટક કરી લેવામાં આવી હતી, જ્યારે ત્રીજો આરોપી મળી આવ્યો નહોતો. પછી તપાસ જારી રાખી પી.આઇ. જે.પી. જાડેજા અને તેમની ટીમે સતત વોચ રાખી આખરે ત્રીજા આરોપી એવા અઠંગ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રીજા આરોપી હિરેન યોગેશ મકવાણાને ઝડપી લીધો હતો. આરોપી અગાઉ પણ એક હત્યામાં સંડોવાયો હતો અને ગુનામાં હાલ તે જામીન પર મુક્ત થયો હતો, તો અગાઉ પણ ડિવિઝન પોલીસ મથકમાં 1 ઘરફોડ ચોરી તથા 3 વાહન ચોરીમાં આરોપીની સંડોવણી ખૂલી હતી.

આમ, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો અઠંગ શખ્સ હોવાનું સામે આવ્યું હતું. સોમવારે રાત્રે કામગીરી દ્વારા આરોપીને ઝડપી લેવાયા બાદ રીમાન્ડની માગણી સાથે તેને હવે કોર્ટમાં રજૂ કરાશે. બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. જે.પી. જાડેજાની કુનેહ અને ઝડપી કામગીરીના પગલે ગુનાનો ભેદ સંપૂર્ણપણે ઉકેલી લેવામાં આવતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

ત્રીજા આરોપી સાથે મળીને વિકેટ મારી ઢીમ ઢાળ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો