તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અંતરજાળ ગામેથી સાત મહિલાઓ તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરજાળ ગામેથી સાત મહિલાઓ તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલ.સી.બી. પાડેલી રેડમાં 15 હજાર જપ્ત કરાયા

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

અંતરજાળખાતે સ્થાનીક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે અત્રેની જલારામ સોસાયટીમાં રેડ કરતાં 7 મહિલાઓ જુગાર રમતાં 15,100/- ની મતા સાથે ઝડપાઇ હતી. દરોડાના પગલે અંતરજાળ-આદિપુરમાં ચકચાર ફેલાઇ હતી.

એસપી ભાવના પટેલને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા અંતરજાળમાં આવેલી જલારામ સોસાયટીના મકાન નં. 67 માં રેડ કરતાં જ્યોતિબેન ધાનેસર સીન્ધી, હેમાબેન દિનેશ લાલવાણી, લક્ષ્મીબેન આચરદાસ મુલાણી, ઠાકુરીબેન હેમસીંગ ભાટી, સ્વેતાબેન રામ મોઢવાણી, જાગૃતીબેન મુલચંદ ચાવડા અને ચેતનાબેન મોહન થાવાણીને ઝડપી લેવામાં આવી હતી. તમામ મહિલાઓ 45થી 65 વચ્ચેની વયજુથની હોવાનું સામે આવતાં આશ્ચર્ય ફેલાયું હતું. મહિલાઓ પાસેથી 15,100/- ની રોકડ મતા પણ ઝડપી લેવામાં આવી હતી. બાદમાં મહિલાઓને આગળની તપાસ માટે આદિપુર પોલીસના હવાલે કરવામાં આવી હતી. કામગીરી પી.આઇ. એચએલ રાઠોડ, ફોજદાર ડી.જી.બડવાની ટીમોએ કરી હતી. આદિપુરમાં મહિલાઓ દ્વારા શરૂ થયેલી રેન્ડમ જુગાર ક્લબ આખરે અંતરજાળમાંથી ઝડપાઇ જતાં લોકોમાં રાહત ફેલાઇ હતી. જુગાર ક્લબમાં કુલ 23 મહિલાઓ સભ્ય હોવાની સુત્રોએ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો