Home » Gujarat » Bhuj » Gandhidham » ઔષધ નિયમન તંત્ર દ્વારા પોર્ટ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી

ઔષધ નિયમન તંત્ર દ્વારા પોર્ટ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:05 AM

વિડીયોગ્રાફી પણ કરાઈ, સમયસર દવાઓ ન મળતી હોવાનો કલબલાટ ઉઠ્યો હતો

  • ઔષધ નિયમન તંત્ર દ્વારા પોર્ટ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી

    દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ સંચાલીત ગોપાલપુરીની પોર્ટ હોસ્પીટલમાં સમયસર દવાઓ ન મળતી હોવાની અને ઘણા બધા પણ લાયકાત વિનાના લોકોનો જમાવડો કરાયાની ફરિયાદ લાંબા સમયથી ઉઠ્યા બાદ આખરે ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોપાલપુરી હોસ્પીટલમાં તપાસ હાથ ધરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતંુ.

    ડીપીટી સંચાલીત ગોપાલપુરી હોસ્પીટલમાં લાંબા સમયથી દવાઓને સમયસર આપવામાં ન આવતી હોવાનું, એકની જગ્યાએ બીજી દવા ધબડાવી દેવાતી હોવાની, તબીબોની ઘટ હોવા અને સ્વચ્છતા ન જળવાતી હોવાની રાવ ઉઠતી રહી છે. દૈનિક ધોરણે સર્જાતા વિવાદના અંતે ગાંધીનગરથી ઔષધ નિયમન વિભાગના ઈન્સ્પેક્ટરે આવી તપાસ કરી વિડીયોગ્રાફી પણ કરી હતી. જેના કારણે કર્મચારીગણમાં ચર્ચાનો માહોલ છવાયો હતો. અહિ નોંધવુ રહ્યુ કે અગાઉ રાજકીય વગથી ઔષધી સ્ટોરનો વહિવટ નિશ્ચિત પાર્ટીને અપાયો હોવાનો ગણગણાટ ઉઠવા પામ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending