આંતરિક ગલીઓમાં ત્રણ મહિનાથી સફાઈ થઇ નથી

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
આંતરિક ગલીઓમાં ત્રણ મહિનાથી સફાઈ થઇ નથી
ભારતનગર વેપારી એશોસિએશને નગરપાલીકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે વિસ્તારની મુખ્ય બજાર અને આંતરીક ગલીઓમાં સ્વચ્છતાને લઈને ઘોર બેકાળજી દાખવવામાં આવી રહિ છે. અંદરના માર્ગોમાં તો ત્રણ મહિનાથી સફાઈ કરવામાંજ આવી નથી.

સ્વચ્છતા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ અને પાણી જેવા કેટલાક મુદાઓ અંગે ભારતનગર વિસ્તારમાં લાંબા સમયથી નિયમીત સમસ્યાઓ રહેતી હોવાની રાવ વારંવાર ઉઠતી રહે છે. જેના કારણે ઠેર ઠેર કચરાના થર જામી ગયા છે. ભારતનગર મુખ્ય બજારને જોડતી કેટલીક ગલીઓમાં તો છેલ્લા ત્રણ મહિનાથી કોઇપણ સફાઈ કરવા આવ્યુજ નથી. આ અંગે અઢળક વાર આવેદન પત્રો અપાયા છે અને કંટાળીને વેપારીઓ પોતે સાફ સફાઈ કરતા રહે છે. કચરાના જામેલા થર પર મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળો ફેલાવવાનો ભય છે. રોગચાળાથી વિસ્તારને બચાવવા માટૅ નિયમીત સાફ સફાઈ કરાવવામાં આવે તેવી માંગ પ્રમુખ કમલેશ સોની, સેક્રેટરી સુનીલ પારવાણીએ કરી હતી.

X
આંતરિક ગલીઓમાં ત્રણ મહિનાથી સફાઈ થઇ નથી
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી