ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ચોક્કસ દુકાનોમાંથી યુનિફોર્મ, બુક ખરીદવા વાલી પર દબાણ

    ચોક્કસ દુકાનોમાંથી યુનિફોર્મ, બુક ખરીદવા વાલી પર દબાણ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 05, 2018, 03:05 AM IST

    સંકુલની શાળા સંચાલકો દ્વારા મનમાની નીતિ યથાવત શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વાલીઓની મુંઝવણમાં થઇ રહેલો વધારો...
    • ચોક્કસ દુકાનોમાંથી યુનિફોર્મ, બુક ખરીદવા વાલી પર દબાણ
      ચોક્કસ દુકાનોમાંથી યુનિફોર્મ, બુક ખરીદવા વાલી પર દબાણ
      ગાંધીધામ- આદિપુરમાં આવેલી કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા મનમાની નીતિ ચલાવીને વાલીઓને અવારનવાર હેરાન-પરેશાન કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહ્યાની ફરિયાદ વખતો વખત ઉઠે છે. તાજેતરમાં ચોક્કસ દુકાનોમાંથી જ પુસ્તક અને યુનિફોર્મ ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતા આ દુકાન પર વાલીઓનો ઘસારો થઇ રહ્યો છે. એકબાજુ ફી નિયમનના મુદ્દે પણ ઉઘાડેછોગ નીતિ કેટલીક શાળાઓ અપનાવી રહી છે તેવા સંજોગોમાં વાલીઓને આ મજબુરીવશ જેમ તેમ કરીને અપાયેલા આદેશ મુજબ જ જે તે સ્થળેથી વસ્તુઓની ખરીદી કરવી પડે છે. લીલાશાહ વિસ્તાર ભીડ જામી રહી હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ રોજેરોજ સર્જાઇ રહ્યા છે, જેને કારણે આ વિસ્તારના રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

      સીબીએસઇ, ગુજરાત બોર્ડની સાથે સંલગ્ન શાળાઓમાં એકબાજુ પ્રવેશની કામગીરી પૂર્ણ થયા પછી હવે સંકુલોની શાળાઓ દ્વારા પુસ્તક અને યુનિફોર્મ સહિતની સામગ્રી ચોક્કસ દુકાનો પરથી જ લેવા ચીઠ્ઠી આપવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે.

      સીબીએસઇના પુસ્તક મેળવવા દોડધામ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચોક્કસ દુકાનોમાંથી યુનિફોર્મ, બુક ખરીદવા વાલી પર દબાણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `