3.20 કરોડનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપી દીધો

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
3.20 કરોડનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપી દીધો

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામોમાં જોવામાં આવે તો કામ ઓછા અને વિવાદ વધુ થઇ રહ્યા છે, જેની પાછળ પાલિકાના અધિકારીનું રાજકારણ કામ કરી રહ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. ચોક્કસ માર્ગદર્શીકા મુજબ કામ કરવાને બદલે નિયમને નેવે મુકીને પણ કેટલીક વખત અપનાવવામાં આવી રહેલા ગતકડાથી પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. દરબાર વેસ્ટ કોર્પોરેશનને 1.80 કરોડનું અને અન્ય 1.40 કરોડનું કામ ઠરાવ નં. 309, ઠરાવ નં. 325થી કારોબારી દ્વારા કોઇપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર આપી દેવામાં આવતાં આ મામલે નાગરીક દ્વારા ગાંધીધામ પાલિકામાં લોકલ ફંડ ઓફિસના ઓડીટર્સના કેમ્પ સમયે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજી પુરાવા અને ઠરાવની નકલ સાથે કરવામાં આવેલી આ ફરિયાદ પછી શું પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું.

નગરપાલિકાના અધિનિયમની ઐસીતૈસી કરીને કેટલીક વખત અપનાવવામાં આવી રહેલી પદ્ધતિથી રોજેરોજ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ઘરે ઘરે કચરો ઉપાડવા માટે દરબાર વેસ્ટ કોર્પોરેશનને આપવામાં આવેલી કામગીરી વખતો વખત વિવાદ ઉભા કરી રહી છે. અગાઉ તત્કાલિન ચીફ ઓફિસર જીગર પટેલના સમયમાં આ એજન્સી સામે મોટા પાયા પર વિરોધ પણ થયો હતો. અને સફાઇ થતી ન હોવાની સાથે વિવિધ બાબતો અંગે ચણભણાટ પણ ઉઠ્યા હતા. કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવો જોઇએ તેવી પણ લાગણી ત્યાર બાદ ઉઠી હતી. શહેરમાં સફાઇની કામગીરી જોઇએ તેવી વ્યવસ્થિત રીતે થતી નથી. જુદા જુદા સ્થળ પર નિયમીત રીતે કચરો ઉપાડવામાં આવતો નથી અને ઘરે ઘરે કચરો ઉપાડવા માટે જે કામગીરી સોંપાય છે, તેમાં પણ કેટલાક સ્થળે ફરિયાદો ઉઠી રહી છે. આવા સંજોગોમાં નાગરીક સમીર દુદાણી દ્વારા ગાંધીધામમાં તાજેતરમાં લોકલ ફંડની ઓફિસનો કેમ્પ હતો તે સમયે દસ્તાવેજી પુરાવા અને ઠરાવની નકલ આપીને આ મુદ્દે તપાસની માગણી કરી છે. પાલિકાના વર્તુળોમાં એવી પણ અગાઉ ચર્ચા ઉઠી હતી કે, દરબાર વેસ્ટ કોર્પોરેશન સામ ઢગલાબંધ ફરિયાદો હોવા છતાં એક યા બીજા કારણોસર તેને છાવરવામાં આવી રહી છે. આ એજન્સીમાં પાલિકાના જ કોઇ અધિકારીની ભાગીદારી હોવાની પણ વાત ઉઠી હતી. જેને કારણે આ એજન્સી સામે પગલા ભરાતા ન હોવાનું તારણ લોકોમાં ઉઠ્યું હતું.

નિયમ શું કહે છે?

ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 67 મુજબ જો કોઇપણ કામ પાંચ લાખથી વધુની કિંમતનું હોય તો તેના માટે ટેન્ડર મંગાવવું કાયદા મુજબ ફરજીયાત છે. હાલના કેસમાં ઉપરોક્ત બન્ને ઠરાવમાં ઉંચી કિંમતના કરોડોના કામો હોવા છતાં કલમ 67ની જોગવાઇ ધ્યાને રાખવામાં આવી નથી. જેને કારણે બન્ને કામમાં કૌભાંડની શક્યતા છે.

X
3.20 કરોડનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપી દીધો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી