Home » Gujarat » Bhuj » Gandhidham » પાલિકાના પ્લોટ પર ભાજપના જ હોદ્દેદારે કર્યું દબાણ?

પાલિકાના પ્લોટ પર ભાજપના જ હોદ્દેદારે કર્યું દબાણ?

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:05 AM

Gandhidham News - સંકુલમાં દબાણકારો સામે ઘુંટણીયે પડેલી સુધરાઇ

  • પાલિકાના પ્લોટ પર ભાજપના જ હોદ્દેદારે કર્યું દબાણ?

    ગાંધીધામ-આદિપુરમાં દબાણકારો સામે પગલા ભરવાને બદલે તેને પ્રોત્સાહન મળે તેવી નીતિ પાલિકા દ્વારા કેટલાક સંજોગોમાં અપનાવવામાં આવી રહી હોવાથી દબાણકારો સામે પગલા ભરાતા નથી. શહેરના એક વિસ્તારમાં એક આગેવાન દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યા સામે અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પગલા ભરવામાં આવ્યા ન હોવાથી અન્ય એક વર્તુળો દ્વારા આ સ્થળે ધાર્મિક સ્થાન ઉભું કરીને પાલિકાના પ્લોટમાં દબાણ કરી દેતાં ભાજપમાં આ મુદ્દો હાલ ચર્ચાના એરણે ચડેલો છે. આ દબાણમાં ભાજપના જ સંગઠનના એક હોદ્દેદારનું પીઠબળ હોવા અંગે પણ ભાજપમાં ચર્ચા થઇ રહી છે.

    શહેરમાં એક વિસ્તારમાં એક ઉદ્યોગપતિ દ્વારા પોતાનો માલ-સામાન અને તોતિંગ ટ્રક પાલિકાના પ્લોટમાં અને આસપાસ ખડકી દેતા હોવાના મુદ્દે રહીશોએ હોબાળો મચાવ્યો હતો. અવારનવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા પછી સંબંધિત હોદ્દેદારોએ ઘટના સ્થળની મુલાકાત લઇને દબાણ દૂર કરવા માટે સૂચના પણ આપી હતી. ત્યાર બાદ રહીશો દ્વારા દબાણની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી દબાણ સામે દબાણની જ નીતિ અપનાવવાની રણનીતિ અખત્યાર કરી હતી. હવે ભાજપના બે જૂથ આમને-સામને આવીને આ મુદ્દે તકરાર ઉભી કરતાં આગામી દિવસોમાં કાંઇક નવા-જૂની થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આવી રીતના દબાણને લીધે પાલિકાના કર્મચારીઓ અને દબાણ શાખા કેટલીક વખત સેન્ડવીચ જેવી સ્થિતિમાં મુકાઇ જતી હોય છે. હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય તેવું થતું હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ