ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» લાકડીયાનો અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ ચાલુ

    લાકડીયાનો અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ ચાલુ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 05, 2018, 03:05 AM IST

    મજુર પરીવારના બે યુવાનોનો ભોગ લેનાર બનાવની તપાસ
    • લાકડીયાનો અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ ચાલુ
      લાકડીયાનો અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ ચાલુ
      ભચાઉ તાલુકાના લાકડીયા નજીક મંગળવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકજ પરીવારના બે યુવાનોના મોત નિપજ્યા હતા અને બે મહિલાઓ તેમજ એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી.

      આ સમગ્ર પ્રકરણમાં અકસ્માત માટે જવાબદાર ફોર્ડ ફીગો કાર ચાલકને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ નંબર પ્લેટ વગરથી કાર શંકા ઉપજાવી રહી હોવાનું સ્થાનીકોનું કહેવુ છે.

      ભચાઉના લાકડીયા નજીક જુના કટારીયા ત્રણ રસ્તા પર વાહનની રાહ જોઇને ડિવાઈડર પર બેઠેલા પરીવાર પર સફેદ કલરની સંપુર્ણ કાળા કાચ ધરાવતી અને નંબર પ્લેટ વગરની સીફ્ટ કાર ધડાકાભેર આવી ચડી હતી. જેના કારણે બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા તો એક બાળકી સહિત બે મહિલા સારવાર હેઠળ છે. ઘટના બાદ જવાબદાર માનવામાં આવતા ફોર્ડ ફીગો કારનો ચાલક ભાગી છુટ્યો હતો, જેને પકડવા પોલીસે નંબર પરથી તજવીજ હાથ ધરી છે તો સીફ્ટ કારની ભુમીકાને લઈને પણ શંકા જન્મવા પામી છે. જાણકાર વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર કાર ધારક પોલીસ વિભાગનાજ કર્મચારી છે, જેથી ઘટના બાદથી તે કાર અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી રહી.

      નંબર પ્લેટ વગરની કાળા કાચ ધરાવતી કારનાે માલીક પોલીસ કર્મી?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: લાકડીયાનો અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ ચાલુ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `