Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » વોંધ નજીક સર્જાયા બે ટ્રક અકસ્માત:જાનહાનિ ટળી

વોંધ નજીક સર્જાયા બે ટ્રક અકસ્માત:જાનહાનિ ટળી

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:05 AM

એક ડાયવર્જનને કારણે અને બીજો ઝોંકું આવી જતા સર્જાયો અકસ્માત

  • વોંધ નજીક સર્જાયા બે ટ્રક અકસ્માત:જાનહાનિ ટળી
    ભચાઉથી સામખિયાળી તરફ જતા નેશનલ હાઇવે પર વોંધ નજીક બે ટ્રક અકસ્માત સર્જાયા હતા જેમાં એક ટ્રક ચાલકને ડાયવર્ઝન ન દેખાયું એટલે અને બીજા અકસ્માતમાં ડ્રાઇવરને ઝોંકું આવી જતાં ટ્રક ડિવાઇડર પર ચડી ગઇ હતી જોકે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.

    બનાવની મળતી વિગતો મુજબ,ભચાઉથી સામખિયાળી તરફ જતા નેશનલ હાઇવે રાત્રે વોંધ નજીક એક કપાસની ગાંસડી ભરેલી ટ્રકના ચાલકને ડાયવર્ઝન ન દે ખાતાં ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી રામદેપીર મંદિર નજીક બનેલા આ બનાવમાં જાન હાની ટળી હતી પરંતુ ટ્રક પલ્ટી ખાઇ જતાં કપાસની ગાંસડીઓ રસ્તા પર વિખેરાઇ હતી જેને કારણે આ હાઇવે પર કલાકો સુધી ટ્રાફીક જામ રહ્યો હતો ટ્રક ડ્રાઇવર ટ્રક મુકી નાસી ગયો હતો.

    તો બીજી તરફ આ જ રસ્તે આગળ ઉપર જતા રસ્તા પર ડ્રાઇવરને ઝોંકું આવી જતાં ટ્રક ડિવાઇડર પર ચડી ગઇ હતી સદભાગ્યે કોઇ જાન હાનિ આ અકસ્માતમાં પણ થઇ ન હતી.અત્રે ઉલલેખનિય છે કે બેફામ ચાલતી ગાડીઓના કારણે એક દિવસ પુર્વે જ શ્રમજીવી પરિવારના બે સભ્યોના ડિવાઇડર ઉપર બેસીને રાહ જોઇ રહ્યા હતા ત્યારે મોત નિપજ્યાનો બનાવ બન્યો છે ત્યારે સદ્દનસીબે આ અકસ્માતમાં કોઇ અડફેટે ન આવતાં જાનહાનિ ટળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending