ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અતિ ઝડપે ચાલતી કાર પરનો કાબુ ચાલકે ગુમાવ્યો

    અતિ ઝડપે ચાલતી કાર પરનો કાબુ ચાલકે ગુમાવ્યો

    DivyaBhaskar News Network | Last Modified - Apr 05, 2018, 03:05 AM IST

    રાજકોટથી ભુજ જુનિયર ઇજનેર માટે ઇન્ટરવ્યુ આપવા જઇ રહ્યા હતા અને કાળ આંબી ગયો
    • અતિ ઝડપે ચાલતી કાર પરનો કાબુ ચાલકે ગુમાવ્યો
      અતિ ઝડપે ચાલતી કાર પરનો કાબુ ચાલકે ગુમાવ્યો
      ભચાઉના લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે પુર ઝડપે રાજકોટથી ભુજ ઇન્ટરવ્યુ આપવા આવી રહેલા રાજકોટના આશાસ્પદ ઇજનેરે કાર પલટી ખાઇ જતાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો તેની સાથે રહેલા તેના મિત્રને ઇજાઓ થવા પામી હતી.

      આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,રાજકોટથી જીજે-10-એસી-4666 નંબરની મારૂતિ સ્વિફ્ટ કારમાં રાજકોટથી ભુજ ખાતે સુઝલોન કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા નિકળેલા રાજકોટના 25 વર્ષીય વત્સલ કિરિટભાઇ કુંડલિયા અને તેનો પડધરીમાં રહેતો 24 વર્ષીય મિત્ર તુષાર રમેશભાઇ ગોલ સવારે 8 થી 8.30વાગ્યાના આરસામાં ભચાઉ તાલુકાના લોધેશ્વર નજીક આવેલા નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે કારની અતિ ઝડપને કારણે કાર ચલાવી રહેલા વત્સલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી ખાઇ ગઇ હતી જેમાં ગંભીર ઇજાઓને કારણે વત્સલનું કમકમાટભર્યું મોત નિપજ્યું હતું તો તેની સાથે રહેલા તુષારને ઇજાઓ થવા પામી હતી.તુષારની ફરિયાદના આધારે ભચાઉ પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઇ આર.જે.સિસોદિયાને તપાસ સોંપી છે.

      જાણવા મળેલી વિગતો મુજબ વત્સલ અને તુષાર બન્ને જણા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હતા અને સુઝલોન કંપનીમાં ઇજનેર તરીકે ઇન્ટરવ્યુ આપવા ભુજ જઇ રહ્યા હતા ત્યારે આ બનાવ બનતા રાજકોટના એક આશાસ્પદ યુવાન ઇજનેરનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે જેના કારણે પરિવાર અને મિત્ર વર્તુળમાં માતમનો માહોલ સર્જાયો છે,નજરે જોનારાઓના મતે ગાડી પુરઝડપે જઇ રહી હોવાથી કાબુ ગુમાવ્યો હતો.

      ભચાઉ પાસે કાર પલટતાં ઇજનેરનું મોત :1 ઘાયલ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અતિ ઝડપે ચાલતી કાર પરનો કાબુ ચાલકે ગુમાવ્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `