નીલકંઠ સ્ટીલ ટ્રોફીનો થયેલો આરંભ

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
નીલકંઠ સ્ટીલ ટ્રોફીનો થયેલો આરંભ

સૌરાષ્ટ્ર કચ્છના ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને પ્લેટફોર્મ મળે તે હેતુથી ગાંધીધામમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા નીલકંઠ સ્ટીલ ટ્રોફી 2018નું આયોજન કર્યું છે. ડીપીએસની ટર્ફ વિકેટના ગ્રાઉન્ડમાં યોજાયેલા ઉદ્દઘાટન સમારંભમાં ચંદ્રશેખરભાઇ અયાચી દ્વારા ટ્રોફીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. બલૂન અને કબૂતર ઉડાવી આતશબાજી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ચાર મેદાન પર રમાયેલી મેચમાં કેડીઆરસી રાજકોટ, ગોંડલ અને પોરબંદરની ટીમ વિજેતા બની હતી.

કચ્છ સૌરાષ્ટ્રની આ ટીમો ભાગ લઇ રહી છે તેમાં સૌરાષ્ટ્રની રણજી ટ્રોફિ રમતા તમામ ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌવત બતાવી રહ્યા છે. ઉદ્દઘાટનમાં હર્ષાનંદ સ્વામી દ્વારા ખેલાડીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ચાર મેદાનોમાં રમાયેલી ટુર્નામેન્ટમાં કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલની ટીમ દ્વારા વેરાવળને 124 રનમાં ઓલઆઉટ કરી પેવેલીયન ભેગી કરી દીધી. જેની સામે કેડીઆરસીએ 128 રન બે વિકેટના ભોગ બનાવીને આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો. વેરાવળ તરફથી અમીત ગિરગલાનીએ 32 રન કર્યા હતા. જ્યારે કેડીઆરસીમાંથી અભિરાજ ઝાલા 61 રન નોટ આઉટ, અગ્નિવેશ અયાચી 40 રન નોટઆઉટ રહ્યા હતા. રાજકોટે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી 30 ઓવરમાં 190 રન પાંચ વિકેટના ભોગે બનાવ્યા હતા. જેની સામે ભાવનગરની ટીમ 137 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં રાજકોટના અર્પિત વસાવડા 90 રન અને અવી બારોટ 57 રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓ રણજી ટ્રોફિના પ્લેયર છે. અન્ય મેચમાં ગોંડલે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી જામનગરની ટીમને મેદાને ઉતારતા જામનગરે આઠ વિકેટના ભોગે 130 રન કર્યા હતા. જેમાં અનંત બજાજ 36 રન, અંકિત પટેલ 32 રન મુખ્ય હતા. જેની સામે ગોંડલની ટીમે પાંચ વિકેટના ભોગે 19.5 ઓવરમાં 131 રન નોંધાવી જામનગરની ટીમને પછડાટ આપી હતી. તરંગ ગોહિલે ગોંડલ વતી રમીને 51 રન બનાવ્યા હતા. સુરેન્દ્રનગરની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરીને પોરબંદરને મેદાનમાં ઉતારતા 195 રન સાત વિકેટના ભોગે બનાવ્યા હતા. જેમાં દેવેન્દ્ર પોરિયા 59, પરીયાજીત 55 રન મુખ્ય હતા. સુરેન્દ્રનગરની ટીમ 140 રનમાં જ સમેટાઇ ગઇ હતી. જેમાં અત્રિ રાવલના 49 રન મુખ્ય હતા. આ ટુર્નામેન્ટમાં શરદ શેટ્ટી, રામકરણ તિવારી, રવીન્દ્ર આચાર્ય, સંજય ગાંધી, મુકેશ લખવાણી, સુરોજીત ચક્રબોતી, લાલ નાવાણી, વિજય ગઢવી, નીલય દંડ વગેરે હાજર રહ્યા હતા. કચ્છની ધરતી પર પ્રથમ વખત રણજી ટ્રોફિના ખેલાડીઓ રમી રહ્યા છે, જેનો લ્હાવો લેવા ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજમાંથી રમત-ગમત પ્રેમીઓએ આવવા ઇજન અપાયું છે.

ટીમના ખેલાડીઓ અને આયોજકો

X
નીલકંઠ સ્ટીલ ટ્રોફીનો થયેલો આરંભ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી