• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • KPTમાં 100થી વધુ ઊંટ પાલકો ચેરીયા નિકંદનનો વિરોધ કરશે

KPTમાં 100થી વધુ ઊંટ પાલકો ચેરીયા નિકંદનનો વિરોધ કરશે

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:05 AM IST
KPTમાં 100થી વધુ ઊંટ પાલકો ચેરીયા નિકંદનનો વિરોધ કરશે

કચ્છના ભચાઉ તરફના પટ્ટામાં મીઠાના અગર બનાવી રુપીયા રળવાના ઉદેશ્યથી ચેરીયાઓનું બેફામ નિકંદન કરવામાં આવી રહ્યુ છે. પોર્ટ ઓથોરીટીમાં આવતી આ જમીન પર નિકંદનને લઈને ગ્રીન ટીબ્યુનલે નોટીસ પણ પાઠવી છે પરંતુ પોર્ટ પ્રશાસન આ અંગે કાંઈ ખાસ ગંભીર હોય તેવું લાગતુ નથી. જેથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આ અંગે કેપીટી ઓફિસમાં વિરોધ પ્રદશન કરવામાં આવનાર છે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ભચાઉ તાલુકાના વોંધ ગામના દરીયાકાંઠા નજીક હાડકીયા ક્રીક પાસે નાનીબેટી વિસ્તારમાં આવેલા ચેરીયાઓના કુદરતી જંગલને મીઠાના અગર બનાવવા માટે ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ચલાવાઈ રહેલા નિકંદનના વિરોધ માટે કંડલા પોર્ટની મુખ્ય કચેરીએ એકત્રીત થશે અને જો પ્રશ્ન નહીં ઉકેલાય તો ઉંટ કચેરીએ મૂકી જશે.

જૂજ બચેલા ખારાઈ ઊંટનો ખોરાક છે ચેરીયા

ખારાઈ ઊંટના અસ્તિત્વ માટે લડાઈ કરી રહેલી સહજીવન સંસ્થાના રીતેષ પોકરે જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વમાં કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટો માત્ર 300 થી 400 ના પ્રમાણમાં બચ્યા છે. જેની પાછળ તેમનો ખોરાક ચેરીયાનું સતત થઈ રહેલુ નિકંદન છે. ચેરીયાના વિનાશ સાથે પર્યાવરણનું નુકશાન તો છે, પરંતુ એક આખી ઊંટની બ્રીડ પર પણ જોખમ તોળાઈ રહ્યુ છે.

X
KPTમાં 100થી વધુ ઊંટ પાલકો ચેરીયા નિકંદનનો વિરોધ કરશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી