Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » હવે વિકાસ કામના ખાતમુહૂર્તની મૌસમ શરૂ થઇ

હવે વિકાસ કામના ખાતમુહૂર્તની મૌસમ શરૂ થઇ

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 38 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત માટે...

  • હવે વિકાસ કામના ખાતમુહૂર્તની મૌસમ શરૂ થઇ
    ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 38 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રીને બોલાવવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. વિધાનસભા પૂર્ણ થઇ ગયા પછી આ બાબતે હજી કોઇ કાર્યક્રમની સૂચના આવી નથી, તેવા સંજોગોમાં ઘરમેળે ખાતમુહૂર્તની કામગીરી હાથ ધરવી પડે તેવી શક્યતાઓ ઉભી થઇ છે. મુખ્ય બજારમાં 1.26 કરોડના ખર્ચે પેવર બ્લોક નાખવાના છે તેની ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાના હસ્તે કરવાનું નક્કી થયું છે. તા.30મીના રોજ સવારે પેવર બ્લોક લગાડવાના કામના ખાતમુહૂર્ત સવારે 11 કલાકે કરવામાં આવશે. હવે િવકાસ કામના ખાતમુહૂર્તની મૌસમ શરૂ થઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending