ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામમાં ઘરના ભોંયરામાંથી Rs. 27,500નો શરાબ નિકળ્યો

    ગાંધીધામમાં ઘરના ભોંયરામાંથી Rs. 27,500નો શરાબ નિકળ્યો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 30, 2018, 03:05 AM IST

    પોલીસે 57,500ના મુદ્દામાલ સાથે એક પકડ્યો 1 ફરાર
    • ગાંધીધામમાં ઘરના ભોંયરામાંથી Rs. 27,500નો શરાબ નિકળ્યો
      ગાંધીધામમાં ઘરના ભોંયરામાંથી Rs. 27,500નો શરાબ નિકળ્યો
      ગાંધીધામની પૃથ્વી કો.ઓ.હા. સોસાયટીના મકાન નંબર 5ના ભોંયરામાં છુપાવેલા રૂ.27,500ની કિંમતના અંગ્રેજી શરાબ સાથે એકની અટક કરી હતી તો એક પોલીસ પકડથી દુર રહ્યો હતો,બી-ડિવિઝન પોલીસે એક્ટીવા સહીત કુલ રૂ.57,500નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

      આ બાબતે બી-ડિવિઝન પોલીસના પીઆઇ આર.એલ.રાઠોડે વિગતો આપતાં જણાવ્યું હતું કે,પેટ્રોલિંગ દરમીયાન બાતમી મળતાં પૃથ્વી કો.ઓ.હા.સોસાયટીના પ્લોટ નંબર 50માં મકાન નંબર 5માં રહેતા લક્ષ્મણ ભગવાનદાસ જેઠાણીના ઘરે દરોડો પાડતાં જીજે-12-ડીડી-4455 નંબરની એક્ટિવામાં રાખેલી દારૂની બોટલ મળી આવતાં તેની કડક પુછપરછ કરતાં તેણે મકાનમાં બનાવેલા ભોંયરામાં રાખેલી બોટલો જેમાં અલગ-અલગ બ્રાન્ડની રૂ.27,500ની કિંમતની 74 બોટલો મળી આવતાં રૂ.30 હજારની કિંમતની એક્ટિવા સહીત કુલ રૂ.57,500નો મુદ્દામાલ કબજે કરી તેની અટક કરી હતી તો આ દરોડા દરમિયાન ગાંધીધામના સેક્ટર 6,ગણેશનગરમાં રહેતો તેનો સાગરિત ગોવિંદ ઉર્ફે ગવલો ડાહ્યાભાઇ ચંદે હાજર ન મળતાં તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કામગીરીમાં બી-ડિવિઝન પોલીસના એએસઆઇ પુનમભાઇ મહેશ્વરી,હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા,નરસિંહભાઇ પઢિયાર,પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઇ આહિર,માલદેભાઇ વાળા જોડાયા હતા.

      ઝડપાયેલો આરોપી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામમાં ઘરના ભોંયરામાંથી Rs. 27,500નો શરાબ નિકળ્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `