• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • લેન્ડ પોલીસીની ગાઇડલાઇન ગાંધીધામ ટાઉનશીપને લાગુ જ પડતી ન હોવાનો દાવો

લેન્ડ પોલીસીની ગાઇડલાઇન ગાંધીધામ ટાઉનશીપને લાગુ જ પડતી ન હોવાનો દાવો

કેપીટીના કર્મીઓને રહેણાંકના પ્લોટ નહીં અપાય તેવી ચેરમેનની જાહેરાત અધકચરી? ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ...

DivyaBhaskar News Network | Updated - Mar 30, 2018, 03:05 AM
લેન્ડ પોલીસીની ગાઇડલાઇન ગાંધીધામ ટાઉનશીપને લાગુ જ પડતી ન હોવાનો દાવો

ગાંધીધામમાં જમીનનો મુદ્દો સળગતો રહ્યો છે. દીન દયાલ પોર્ટના કર્મચારીઓને રહેણાંક માટે પ્લોટ આપવા માટે લાંબા સમયથી માંગણી ઉઠે છે. આંદોલનો પણ કરવામાં આવ્યા છે. તબક્કાવાર રજૂઆતો કરાયા બાદ તાજેતરમાં પૂર્વ સાંસદ સાથેની મુલાકાતમાં ઇન્ચાર્જ ચેરમેન દ્વારા પ્લોટ એલોટ કરવા અંગે લેન્ડ પોલીસી ગાઇડલાઇન 2014 ટાંકીને હવે કોઇ કર્મચારીને પ્લોટ ફાળવવામાં નહીં આવે તેવી કરેલી વાતે કર્મચારીઓમાં ભૂકંપ સર્જાયો છે. ચેરમેનની જાહેરાત સામે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, પ્લોટ એલોટ કરવા અંગે લેન્ડ પોલીસી ગાઇડલાઇન 2014 મહાબંદરોની જમીનને લાગુ પડે છે. આ પોલીસીમાં સ્પષ્ટ જોગવાઇ છે કે, આ ગાઇડલાઇન ગાંધીધામ ટાઉનશીપની જમીનને લાગુ પડતી નથી. ગાંધીધામની જમીન અંગેની જુદી પોલીસી પોર્ટ ટ્રસ્ટ બોર્ડે બનાવીને શિપિંગ મંત્રાલયમાં મંજુરી માટે મોકલેલી છે.

શિપિંગ મંત્રીના આગમન ટાણે પણ તેની સમક્ષ આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે રજૂઆતોની સાથે સાથે આમરણાંત ઉપવાસ પણ ચલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસી બનાવવા માટે આવેલી સૂચના પછી તે અંગે કાર્યવાહી પણ થઇ હતી. દરમિયાન તાજેતરમાં ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ પૂર્વ સાંસદ પૂનમબેન સાથેની વાતચિતમાં કર્મચારીઓને કોઇ પ્લોટ હવે નહીં ફાળવવામાં આવે તેવી કરેલી જાહેરાત સામે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન કંડલાના મહામંત્રી મનોહર બેલાણીએ જણાવ્યું હતું કે, લેન્ડ પોલીસી ગાઇડલાઇન 2014 મહાબંદરોની જમીનોને લાગુ પડે છે. ગાંધીધામ ટાઉનશીપની જમીનને લાગુ નથી પડતી તેવી સ્પષ્ટ જોગવાઇ છે. લેન્ડ પોલીસી બનાવીને મંજુરી માટે શિપિંગ મંત્રાલયમાં મોકલી પણ આપવામાં આવી છે. જેમાં શિપિંગ મંત્રાલયના વિચાર હેઠળ છે. મંત્રાલયે પોર્ટ ટ્રસ્ટ પાસે માહિતી પણ મંગાવી હતી. શિપિંગ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રના રાજ્ય શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવીએ કંડલા પોર્ટની મુલાકાત લીધી ત્યારે યુનિયન લેખીત અને મૌખીક રજૂઆત કરી છે. સંસદ સભ્ય વિનોદ ચાવડા પણ વખતો વખત રજૂઆત કરી ચૂક્યા છે. તાજેતરમાં પણ યુનિયન અને ફેડરેશન વતિ શિપિંગ મંત્રાલયમાં આ પ્રશ્ન રજૂ કરાયો હતો. આ પ્રશ્નનો સકારાત્મક ઉકેલ ન આવે તો યુનિયન આંદોલનનો પણ આસરો લેશે અને નજીકના ભવિષ્યમાં આ અંગે વિધિવત જાહેરાત પણ કરશે.

ચેરમેનને કોણે ગાઇડલાઇન આપી?

કંડલા પોર્ટમાં રેગ્યુલર ચેરમેન મુકવાને બદલે રગશીયો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં મુંબઇ પોર્ટના ચેરમેનને વધારાનો હવાલો અપાયો છે તેવા સંજય ભાટીયાને પ્લોટ મુદ્દે કંડલા પોર્ટના કયા અધિકારીએ અધકચરી માહિતી આપી કે, પુરતુ માર્ગદર્શન ન આપ્યું તે સહિતના પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. ચેરમેનને ગેરમાર્ગે દોરવાની નીતિ પણ અપનાવાઇ હોય તેવી આશંકા કર્મચારી વર્તુળોમાંથી ઉઠી રહી છે.

X
લેન્ડ પોલીસીની ગાઇડલાઇન ગાંધીધામ ટાઉનશીપને લાગુ જ પડતી ન હોવાનો દાવો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App