• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સંકુલમાં મહાવીર જયંતીના ઉપલક્ષમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન દિવસભર

સંકુલમાં મહાવીર જયંતીના ઉપલક્ષમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન દિવસભર

સંકુલમાં મહાવીર જયંતીના ઉપલક્ષમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન દિવસભર ચાલ્યું હતું. બૃહદ...

DivyaBhaskar News Network | Updated - Mar 30, 2018, 03:05 AM
સંકુલમાં મહાવીર જયંતીના ઉપલક્ષમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન દિવસભર
સંકુલમાં મહાવીર જયંતીના ઉપલક્ષમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન દિવસભર ચાલ્યું હતું. બૃહદ ગાંધીધામ જૈન સમાજ દ્વારા આયોજીત અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સંચાલીત શોભાયાત્રા ચીંતામણી મંદીરથી નિકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં 24 તીર્થકરોની ઝાંખીઓ, 100 જેટલા ભુલકાઓએ સાઈકલ પર વિવિધ સંદેશાઓની તકતી સાથે તેમજ મહિલાઓએ એક ડ્રેસ કોડમાં વિવિધ સમાજપયોગી મેસેજની પ્રસ્તુતી કરી હતી. જેનુ જૈનમ્ લલીત મંડળ, રાજસ્થાન જૈન યુવક મંડળ, વાગડ સાત ચોવીસી સમાજ, છ કોટી સ્થાનકવાસી સમાજ સહિતનાએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. સાંજે વીર વીરાસત નામક સાંસ્કૃતિક કાર્યક્રમ તો યુવક મંડળ દ્વારા ચોથો રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આમ ‘જય મહાવીરા, જય મહાવીરા', ‘જૈનમ્ જયતિ શાસનમ', અને 'ત્રીશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી' ના નારાઓથી દેરાસર અને યાત્રા ગુંજી ઉઠી હતી. ધર્મેન્દ્ર પ્રજાપતિ

X
સંકુલમાં મહાવીર જયંતીના ઉપલક્ષમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન દિવસભર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App