ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આગના બનાવમાં ગ્રામજનોએ કંપની કર્મચારીને ફટકાર્યો

    આગના બનાવમાં ગ્રામજનોએ કંપની કર્મચારીને ફટકાર્યો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 30, 2018, 03:05 AM IST

    ખેડોઇના ખેડુતોએ આગને લઇ આકરા તેવર દેખાડ્યા
    • આગના બનાવમાં ગ્રામજનોએ કંપની કર્મચારીને ફટકાર્યો
      આગના બનાવમાં ગ્રામજનોએ કંપની કર્મચારીને ફટકાર્યો
      અંજારના ખેડોઇ નજીક આવેલી માન કંપનીના 8 એકરમાં ફેલાયેલા સ્ક્રેપયાર્ડમાં લાગેલી વિકરાળ આગ કંપનીની બાજુમાં આવેલી વાડીને પણ લપેટમાં લઇ નુકશાન ન પહોંચે તેમાટે ફાયર ફાઇટર અને જેસીબી મોકલવાનું કહેવા છતાં કંપનીના કર્મીઓએ ન મોકલતાં ખેડોઇના પાંચ લોકોએ લાકડી અને ધોક્કા વડે હુમલો કર્યાની ફરિયાદ માન કંપનીના કર્મીએ અંજાર પોલીસમાં નોંધાવી છે.

      આ બાબતે મુળ માંડવીના અને હાલ આદિપુરના ડીએઝેડ-64-એમાં રહેતા અને માન કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ પ્રકાશભાઇ ભટ્ટે અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,ગુરૂવારે માન કંપનીના આઠ એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં વાડી ધરાવતા વાડી માલીકોએ જેસીબી અને ફાયર ફાઇટર પહેલાં વાડીમાં મોકલાવવાનું કહેતા઼ પહેલાં આગને કાબુમાં લેવા રોકાયેલા સાધનો ન મોકલાવતાં તેનું મનદુખ રાખી ખેડોઇના અશ્વિનસિંહ વીરસિંહ જાડેજા,મહાવીરસિંહ ખેતુભા જાડેજા,રણજિતસિંહ ખેતુભા જાડેજા,રવિન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા તથા રવિરાજસિંહ સુરૂભા જાડેજા ફેન્સીંગ ટપી જઇ લાકડી અને ધોકા લઇ પ્રવેશ કર્યો હતો અને માર માર્યો હતો. અંજાર પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે આ બનાવમાં એએસઆઇ વાલાભાઇ આહિર તપાસ ચલાવી રહ્યા છે.

      માગેલા બંબો-જેસીબી ન આવતાં રોષે ભરાયા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આગના બનાવમાં ગ્રામજનોએ કંપની કર્મચારીને ફટકાર્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top