Home » Gujarat » Bhuj » Gandhidham » કામખ્યા એક્સપ્રેસમાં એક પણ જનરલ કોચ ન જોડાતા હોબાળો

કામખ્યા એક્સપ્રેસમાં એક પણ જનરલ કોચ ન જોડાતા હોબાળો

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસમાં LHB કોચ જોડાયા અત્યાર સુધી ટ્રેનમાં 5 જનરલ કોચ તેમજ લેડીઝ કોચ જોડાતા હતા

  • કામખ્યા એક્સપ્રેસમાં એક પણ જનરલ કોચ ન જોડાતા હોબાળો
    રેલવે દ્વારા પેસેન્જરોની સુરક્ષા અને સુવિધા વધારવા તમામ ટ્રેનોમાં તબક્કાવાર આઈસીએફ કોચની જગ્યાએ એલએચબી કોચ જોડાઈ રહ્યા છે. જેથી ટ્રેનમાં સીટની ક્ષમતા વધતા વધુ પેસેન્જરોને તેનો લાભ મળશે. કામાખ્યાથી ઉપડી ગાંધીધામ આવતી-જતી કામાખ્યા એક્સપ્રેસમાં પણ 28 માર્ચથી એલએચબી કોચ જોડાયા છે. પરંતુ આ ટ્રેનમાં એક પણ જનરલ કોચ જોડાયા નથી. ગાંધીધામથી કામાખ્યા જતી વખતે પણ આ ટ્રેનમાં જનરલ કોચ નહીં જોડાય. જેના પગલે જનરલ ટિકિટ લઈ મુસાફરી કરતા પ્રવાસીઓને ખૂબજ હાલાકી પડશે અને તેઓ આ ટ્રેનમાં પ્રવાસ નહીં કરી શકે. અત્યાર સુધી આ ટ્રેનમાં 5 જનરલ કોચ જોડાતા હતા. અગાઉ 23 કોચ સાથે દોડતી આ ટ્રેનમાં 5 જનરલ કોચ હટાવી દેવાતા હવે આ ટ્રેન 18 કોચ સાથે દોડી રહી છે. આ ટ્રેનમાં બે એસએલઆર કોચ જોડાતા હતા

    કામાખ્યા એક્સપ્રેસમાં કોચની વ્યવસ્થા

    આઈસીએફ કોચ સાથે દોડતી કામાખ્યા એક્સપ્રેસમાં 2 એસએલઆર, 1 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 10 સ્લીપર, 5 જનરલ કોચની સાથે 1 પેન્ટ્રીકાર મળી 23 કોચ જોડાતા હતા. જ્યારે એલએચબી નવા રેક સાથે કામાખ્યા એક્સપ્રેસમાં 2 જનરેટર કમ બ્રેકવાન, 1 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 10 સ્લીપર અને 1 પેન્ટ્રીકાર સાથે 18 કોચ જોડાયા છે.

    જનરલ કોચ નહીં જોડાતા બુકિંગ બંધ

    કામાખ્યા એક્સપ્રેસમાં એક પણ જનરલ કોચ નહીં જોડાતા ગાંધીધામ, અમદાવાદ સહિત અન્ય સ્ટેશનો પરથી જનરલ ટિકિટનું બુકિંગ નહીં થઈ શકે. જેના કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending