Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » મહાદેવનગરમાં ધાડ પાડી 45,000ની બેટરી ઉપાડી ગયા

મહાદેવનગરમાં ધાડ પાડી 45,000ની બેટરી ઉપાડી ગયા

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

અંજારમાં બેટરી ચોરો બન્યા બેફામ સુગારીયામાંથી મોબાઇલ ટાવરની રૂ.60,000ની બેટરીઓ ચોરાઇ

  • મહાદેવનગરમાં ધાડ પાડી 45,000ની બેટરી ઉપાડી ગયા
    અંજારમાં બેફામ બનેલા બેટરી ચોરોએ ચકચાર મચાવી દીધી છે,અલગ અલગ બનેલા બનાવમાં અંજારના મહાદેવનગરમાં આવેલા મોબાઇલના ટાવરમાંથી કારમાં આવેલા 6 શખ્સોએ રૂ.45,000ની કીંમતની બેટરી ઉપાડ્યા બાદ તેને રોકવાનો પ્રયાસ કરનાર ચોકીદાર સાથે ઝપાઝપી કરી નાસી ગયા,તો સુગારિયાની સીમમાં આવેલા મોબાઇલ કંપનીના ટાવરમાંથી તા.26 માર્ચે કોઇ અજાણ્યા શખસો રૂ.60,000ની કિંમતની 24 નંગ બેટરી ચોરી ગયા હોવાની ફરીયાદ અંજાર પોલીસમાં નોંધાઇ છે.

    મેઘપર બોરીચીની મોમાય કૃપા સોસાયટીમાં રહેતા રઘુભા જીલુભા ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.26 માર્ચે સુગારીયા ગામની સીમમાં લાગેલા મોબાઇલ કંપનીના ટાવરમાંથી રૂ.60,000ની કિમતની બેટરી કોઇ અજાણ્યા શખ્સો ચોરી ગયા છે.

    તો અંજારના મહાદેવનગરમાં આવેલા મોબાઇલ કંપનીના ટાવર પાસે શુક્રવારે સાંજે 4 વાગ્યાના સુમારે મારૂતિ ફ્રન્ટી કારમાં આવેલા છ અજાણ્યા શખસોએ ટાવરમાં રહેલી રુ.45,000ની કિંમતની 24નંગ બેટરી તથા 9 સેલ કાઢી જઇ રહ્યા હતા ત્યારે ત્યાં હાજર ભાનાભાઇ મમુભાઇ રબારીએ તેમને રોકવાની કોશિશ કરતા આ શખસોએ તેમની સાથે ઝપાઝપી કરી તેમને ઘાયલ કરી નાસી ગયા હતા.અંજાર પોલીસે વનાભાઇ રબારીની ફરિયાદના આધારે લૂટ-ધાડનો ગુનો નોંધી તપાસ આદરી છે.અંજારમાં બેફામ બની રહેલા બેટરી ચોરને કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે તાત્કાલિક આ ચોરોને પકડી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending