Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં નદી પર 172 લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટ પુલીયાના કામો કરાશે

અંજારમાં નદી પર 172 લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટ પુલીયાના કામો કરાશે

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

અંજારના જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ ગામોમાં નદી પર બોક્ષ કલ્વર્ટ પુલીયા કરવા માટે 172 લાખનો...

  • અંજારમાં નદી પર 172 લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટ પુલીયાના કામો કરાશે
    અંજારના જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ ગામોમાં નદી પર બોક્ષ કલ્વર્ટ પુલીયા કરવા માટે 172 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. તા.30ના વરસામેડી ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.અંજાર તાલુકામાં એરોડ્રમથી વરસામેડી, અજાપર રોડ 35 લાખ, અંજારથી ખારાપસવારીયા રોડ 60 લાખ, ભુવડ એપ્રોચ રોડ પર 30 લાખ, ન્યૂ ટપ્પર એપ્રોચ રોડ 32 લાખ, નગાવલાડીયાથી વીરા 15 લાખ મળી 172 લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટ પુલીયા બનાવવાના કામનું ખાતમુહૂર્ત તા.30ના સવારે 10 કલાકે વરસામેડી ખાતે યોજવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી વાસણભાઇ આહિર, કારોબારી સમિતિ ચેરમેન નવીનભાઇ જરૂ, બાંધકામ સમિતિના ચેરમેન હરીભાઇ જાટીયા વગેરે હાજર રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending