ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» 102 કરોડનું બજેટ ફટાફટ મંજુર કરી દેવાયું

    102 કરોડનું બજેટ ફટાફટ મંજુર કરી દેવાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 21, 2018, 03:05 AM IST

    ગાંધીધામ નગરપાલિકાનું 2017-18નું સુધારેલું અને 2018-19નું બજેટ મંજુર કરવા ખાસ સભા બોલાવવામાં આવી હતી. વિપક્ષ દ્વારા...
    • 102 કરોડનું બજેટ ફટાફટ મંજુર કરી દેવાયું
      102 કરોડનું બજેટ ફટાફટ મંજુર કરી દેવાયું

      ગાંધીધામ નગરપાલિકાનું 2017-18નું સુધારેલું અને 2018-19નું બજેટ મંજુર કરવા ખાસ સભા બોલાવવામાં આવી હતી. વિપક્ષ દ્વારા 31-3-19ના બંધ થતી સિલક 29.66 લાખ હોવા અંગે તડાપીટ બોલાવવામાં આવી હતી. બજેટની કેટલીક ત્રુટીઓ પર જવાબ માંગવામાં આવતા સત્તાધિશો માથુ ખંજવાળતા થઇ ગયા હતા અને આખરે એકાઉન્ટન્ટ દ્વારા ગરબડ ગોટાળાના આંકડા રજૂ કરીને લોલમલોલ રીતે 102 કરોડના બજેટને સત્તાપક્ષે બહાલી આપીને કામ આટોપી લીધું હતું.

      નગરપાલિકાના નવા વર્ષના બજેટ મંજુર કરવા માટે પાલિકાના સભાખંડમાં પ્રમુખ ગીતાબેન ગણાત્રાના અધ્યક્ષસ્થાને ખાસ સભા બોલાવવામાં આવી હતી. સભામાં શરૂઆતના તબક્કે આ સભામાં બજેટ સિવાય કોઇ કાર્યવાહી લેવાની ન હોવાથી શોકઠરાવ નહીં કરાય તેવું ફ્લોર પરથી જાહેર કરવામાં આવ્યાની સાથે વિપક્ષે સુધારા સૂચવીને શોકાંજલિ આપવાની બાબત પર ભાર મુકતાં આખરે શોકાંજલિ આપવા માટે બે મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું. 102 કરોડની આવક સામે 101.77 કરોડનો ખર્ચ સૂચવીને 29.66 લાખની પુરાંતવાળું બજેટ મુકવામાં આવતા વિપક્ષના નેતા અજીત ચાવડાએ બજેટને કેટલીક ત્રુટીઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટની માયાજાળને કારણે અંદાજિત આવક અને ખર્ચમાં 2017-18માં 66.26 કરોડ અને 2018-19માં 90.6 કરોડની આવક સામે 94.33 કરોડ ખર્ચ અને આ વખતે 101 કરોડનો ખર્ચ બતાવ્યો છે તે અંગે પસ્તાળ પાડીને ખરેખર કેટલું વાસ્તવિક બજેટ છે તે મુદ્દે ચર્ચા કરી ચીલાચાલુ બજેટમાં નવી કોઇ જોગવાઇ ન હોવા અને ગત વર્ષની સરખામણી પર ચર્ચા કરીને જુદા જુદા મુદ્દા ઉભા કર્યા હતા. ઉભા કરવામાં આવેલા મુદ્દાઓમાં બજેટની આંકડાકીય માયાજાળ સ્પષ્ટ રીતે બહાર આવી હતી. જેને કારણે એક તબક્કે ફ્લોર પરથી જવાબ દેવા પદાધિકારીઓ ગુંચવાઇ ગયા હતા. આખરે તેની વહારે ચીફ ઓફિસર નીતિન બોડાત અને એકાઉન્ટન્ટ અનિલ મહેશ્વરી આવ્યા હતા. બજેટની ચર્ચા પર નિલેશ ભાનુશાલીએ પણ ડિસેમ્બર સુધીના આંકડા આપવામાં આ‌વ્યા છે તેમાં છેલ્લા બે માસના આંકડા પણ મળે તે માટે માગણી કરતા કારોબારી સમિતિના ચેરમેન તારાચંદ ચંદનાનીએ આ સભ્યને પાછળથી અભ્યાસ કરાવીને માહિતી આપવા માટે કહ્યું હતું. સત્તાપક્ષના મોમાયા ગઢવીએ બજેટ જેણે તૈયાર કર્યું છે તેવા અધિકારીઓ જવાબ આપે તેમ કહીને વિપક્ષને તમે ગોટાળા કરવા દો તેમ ક્યાં છો તેમ કહ્યું હતું. અંદાજે પંદરેક મીનિટમાં જ સભાનું કામકાજ આટોપાઇ ગયું હતું.

      સભામાં ઉપસ્થિત સભ્યો અને મંચ પરના પદાધિકારીઓ

      અધ્યક્ષસ્થાનેથી ઠરાવ ન મુકાયો

      વિપક્ષ દ્વારા શરૂઆતમાં જ અધ્યક્ષસ્થાનેથી કોઇ દરખાસ્ત હોય તો મુકી દેવા અને માહિતી આપવા માટે માગણી કરતાં આવી કોઇ દરખાસ્ત મુકવાની નથી તેવી જાહેરાત કરી હતી.

      બંધ સિલકનો ટાંગામેળ કરાયો

      ગત વખતના બજેટમાં અંદાજે એક કરોડ રૂપિયા જેટલું સિલક બતાડવામાં આવ્યું હતું. જ્યારે આ વખતે બજેટમાં માત્ર 29.66 લાખ જ બતાવવામાં આવતા આ આંકડાકીય માયાજાળમાં એવું તો શું વળી ગાબડુ પડ્યું જેને કારણે બજેટમાં સિલક 70 લાખ જેટલી ઘટી ગઇ તેવી ચર્ચા પણ ઉઠી હતી. ગયા વખતે પણ 101 કરોડનું બજેટ મુકવામાં આવ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 102 કરોડનું બજેટ ફટાફટ મંજુર કરી દેવાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `