Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » Rs. 84 લાખનું લાઇટ બીલ ચુકવવા પાલિકા અવઢવમાં

Rs. 84 લાખનું લાઇટ બીલ ચુકવવા પાલિકા અવઢવમાં

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 03:05 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે આઠ હજાર વીજપોલ પર તબક્કાવાર મર્કયુરી કે સોડીયમ હટાવીને એલઇડી લગાવી વિજળીની...

  • Rs. 84 લાખનું લાઇટ બીલ ચુકવવા પાલિકા અવઢવમાં
    ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે આઠ હજાર વીજપોલ પર તબક્કાવાર મર્કયુરી કે સોડીયમ હટાવીને એલઇડી લગાવી વિજળીની બચત થાય તે હેતુથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ગત બોડી વખતે લેવાયેલા નિર્ણયમાં લાંબા સમય સુધી ભાજપમાં ખેંચતાણ પણ ચાલતી હતી અને કોન્ટ્રાક્ટ રદ્દ કરવા માટે માગણી પણ થઇ હતી. પરંતુ પડદા પાછળ ખેલાયેલા રાજકારણ પછી કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. પ્રથમ ગ્રાસે મક્ષિકા સમાન આ કોન્ટ્રાક્ટમાં શરૂઆતથી જ ફરિયાદો ઉઠી હતી. દરમિયાન કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે ફરી એક વખત ઉહાપોહ ઉભો થયા પછી અંદાજે 84 લાખની પેમેન્ટ લાંબા સમયથી અટવાયું છે. કોન્ટ્રાક્ટરે આ બાબતે અવારનવાર રજૂઆત પણ કરી છે અને તાજેતરમાં પણ બેઠક યોજી હતી. પાલિકાએ આ મુદ્દે આગામી દિવસોમાં ભાજપના આગેવાનો સાથે બેઠક યોજ્યા પછી નક્કી કરવાનું મન બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા વિજળીની બચતના નામે ગત બોડી દ્વારા સુરતની ઇ-સ્માર્ટ પેઢીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એલઇડી બલ્બ નાખવામાં આવ્યા પછી શરૂઆતથી જ ફરીયાદોનો ધોધ વહ્યો હતો. ભાજપના નગરસેવકોએ લેખીત અને મૌખીકમાં આ એજન્સીની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. નબળી કામગીરીને છાવરવા માટે ભાજપના જ એક જૂથ દ્વારા પગલા ભરાયા હતા. જેને કારણે લાંબા સમય સુધી આ કોન્ટ્રાક્ટરની કામગીરીને કારણે પાલિકાને વગોવાવું પડ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં નાખવામાં આવેલી એલઇડી ક્યારે ચાલુ થાય અને ક્યારે બંધ રહે તેવું શિડ્યુલ કેટલાક વિસ્તારમાં તો જાળવવામાં જ આવતું ન હતું તેવી ફરિયાદ ઉઠી હતી. તબક્કાવાર લાઇટ બંધ રાખીને વિજળીની બચત કરવામાં આવતી હોય તેવી સ્થિતિ ઉભી થતાં આ બાબતે ચણભણાટ પણ ઉઠ્યો હતો. ત્યાર બાદ એજન્સી દ્વારા દર મહિને બીલ રજૂ કરવામાં આવ્યું હતું. જેની અત્યાર સુધી અંદાજે 84 લાખની રકમનો આંક પહોંચી ગયો છે. આ રકમનું પેમેન્ટ મેળવવા માટે એજન્સીના આગેવાનો પાલિકામાં તળીયા ઘસી રહ્યા છે. તાજેતરમાં પણ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં એજન્સીની આગેવાનોએ બેઠક યોજી હતી.

    8200

    ભાજપના પ્રદેશ અગ્રણીનું લાઇટના કોન્ટ્રાક્ટરને પીઠબળ

    જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેની સામે મોટાપાયા પર કચવાટ હોવા છતાં પાલિકાના સત્તાધિશોની મજબુરી એ છે કે, આ કોન્ટ્રાક્ટરની સામે કોઇ કાર્યવાહી કરી શકાતી નથી. નહીંતર અત્યાર સુધીમાં તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા કે અન્ય પગલા ભરવા માટે કાર્યવાહી પણ થઇ ગઇ હોત. પ્રદેશ ભાજપના એક મોરચાના અગ્રણી આ પેઢી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોવાને લીધે પાલિકાની સત્તાધારી પક્ષની લોબી પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. જોકે, એક તબક્કે એવું પણ કહી દેવામાં આવ્યું હતું કે, તમારૂં પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે. હવે આ નિર્ણયમાં ભાજપની બોડી વળગી રહે છે કે પાણીમાં બેસી જાય છે તે તો ભાજપની બેઠક યોજ્યા બાદ આવેલા નિર્ણયમાં ખ્યાલ આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending