• Gujarati News
  • National
  • ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય પર ખતરો

ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય પર ખતરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ-આદિપુરમાં ચોમાસાની સીઝન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ડહોળા પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. રોગચાળો ઉદ્દભવે તે માટે જરૂરી ક્લોરીનેશનનું પ્રમાણ વધારવા પણ લોકોમાંથી લાગણી ઉઠી રહી છે.

5/એ વિસ્તારના રહીશ સરફરાઝ રીયાઝેે જણાવ્યું હતું કે, તેના એરીયામાં ડહોળું પાણી આવતું હોવાની પાલિકામાં ફરિયાદ કરી હતી. ફરિયાદ પછી તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ડ્રેનેજની લાઇન સાથે પાણીની લાઇન ભળી ગઇ હોય તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. એક બાજુ પાલિકા દ્વારા પાણીના વિતરણની વ્યવસ્થામાં ખામીને કારણે ચોમાસા પણ અગાઉ ક્યાંય પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી.

ચોમાસાની સીઝન

5/એના રહીશોએ કરેલી રજૂઆત : પરીણામ શૂન્ય

અન્ય સમાચારો પણ છે...