• Gujarati News
  • National
  • કંટ્રોલરૂમ શરૂ કરવામાં પણ જૂથવાદ?

કંટ્રોલરૂમ શરૂ કરવામાં પણ જૂથવાદ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરતીકે માનવસર્જીત આપત્તી વખતે અસરગ્રસ્તોની પડખે ઉભા રહી બની શકે તેટલી સહાય કરવા માટેનો અભિગમ જે તે પક્ષ, સંસ્થા કે સંગઠનોનો હોય છે. વર્તમાન અતિવૃષ્ટિના સમયમાં લોકોની પડખે ઉભા રહીને સહાયરૂપ થવાના હેતુથી ભાજપમાં અપાયેલી સૂચનાના પગલે કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સહિત તેમની ટીમ શહેર અને તાલુકામાં નિરીક્ષણ કરી રહી છે, જ્યારે પક્ષના કાર્યાલયે સુવિધામાં ભાજપના એક નારાજ થયેલા જૂથના કોઇ આગેવાનો ડોકાયા હોવાની સ્થિતિ ઉભી થતાં સનિષ્ઠ કાર્યકરોમાં ફરી એક વખત સંગઠનમાં થયેલી છેલ્લી નિમણુંક પછી ઉભા થયેલા વિવાદ કેડો મુકતો હોવાનો ચણભણાટ શરૂ થયો છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વર્તમાન પરીસ્થિતિને કારણે જરૂરીયાતમંદ લોકોને સહાયરૂપ થઇ શકાય તે માટે ભાજપના મોવડી મંડળ દ્વારા અપાયેલી સૂચનાના પગલે સંગઠનો દ્વારા પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેર ભાજપના કાર્યાલય પર સવારના સમયથી મોનીટરીંગ કરીને જુદા જુદા વિસ્તારમાં શું પરીસ્થિતિ છે તેનો કયાસ કાઢવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમાં ધારાસભ્ય રમેશ મહેશ્વરી, મહામંત્રી બળવંત ઠક્કર, નરેશ ગુરબાણી, પુનીત દુધરેજીયા, વિજય મહેતા વગેરે હાજર રહ્યા હતા. જોકે, એક અન્ય જૂથના સભ્યો કે આગેવાનોની ગેરહાજરી કાર્યાલયમાં ઉડીને આંખે વળગતી હતી. જ્યારે તાલુકા સ્તરે ઉભી કરલી સુવિધાના ભાગરૂપે આગેવાનો અમૃતગીરી ગોસ્વામી, નારણ બાબરીયા, નિખીલ હડીયા વગેરેએ જુદા જુદા વિસ્તારમાં જઇને પરીસ્થિતિનો કયાસ કાઢ્યો હતો.

કોંગ્રેસે પણ સેવા કેન્દ્ર શરૂ કર્યું

ગાંધીધામશહેર કોંગ્રેસ દ્વારા પુરગ્રસ્તો માટે સેવા કંટ્રોલરૂમ કોંગ્રેસના કાર્યાલયે શરૂ કરવામાં આવ્યો છે. અસરગ્રસ્તોએ પ્રમુખ સમીપ જોશી, ભરત ગુપ્તા, લતીફ ખલીફા, નીલેશ ભાનુશાલી વગેરેનો સંપર્ક સાધવા જણાવાયું છે.

ભાજપમાં સંગઠન વરણીનો મુદ્દો વિવાદનો કેડો મુકતો નથી

અન્ય સમાચારો પણ છે...