• Gujarati News
  • National
  • ગાંધીધામ સંકુલમાં 1500થી વધુ વૃક્ષના રોપાઓનું મફત વિતરણ

ગાંધીધામ સંકુલમાં 1500થી વધુ વૃક્ષના રોપાઓનું મફત વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પર્યાવરણમાંવધી રહેલા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મીગથી જનજીવનને થતા નુકશાનને પહોંચી વળવા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 1500 થી વધુ વૃક્ષના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ મારવાડી યુવા મંચ, ભારત વિકાસ પરીષદ અને સામાજીક વનીકરણ ના સહયોગથી કરવામાં આવ્યું હતું.

મનોજ પાર્ક, નાકોડા નગરની બાજુમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગાટાવવામાં આવ્યુ હતુ. બ્રહ્માકુમારીના દીદી, અગ્રવાલ સમાજના પ્રમુખ ડી.કે. અગ્રવાલ અને પાલિકાના સભ્ય પન્નાબેન જોષીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતુ. ગાંધીધામ, આદિપુર અને અંજારની પ્રજાએ નિઃશુલ્ક વૃક્ષના રોપા મેળવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ પારેખ, જીતેન્દ્ર શેઠીયા, વનરાજ ગઢવી, ડો. નીતીન ઠક્કર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

વધુને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરો

મારવાડી યુવા મંચ, વનીકરણ વગેરેનું આયોજન

અન્ય સમાચારો પણ છે...