Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » છકડા પાછળ ટ્રેઈલરે ટક્કર મારતા એક પરીવારના 9 ઘાયલ

છકડા પાછળ ટ્રેઈલરે ટક્કર મારતા એક પરીવારના 9 ઘાયલ

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:05 AM

આદિપુરથી ગાગોદર માતાજીના દર્શને જઈ રહેલા રાજપુત પરીવારને અકસ્માત નડ્યો હતો. લાકડીયા નજીક છકડાને પાછળથી...

  • છકડા પાછળ ટ્રેઈલરે ટક્કર મારતા એક પરીવારના 9 ઘાયલ
    આદિપુરથી ગાગોદર માતાજીના દર્શને જઈ રહેલા રાજપુત પરીવારને અકસ્માત નડ્યો હતો. લાકડીયા નજીક છકડાને પાછળથી ટ્રેઈલરે ટક્કર મારતા બાળકો સહિત 9 સભ્યોને ઓછી વતી માત્રામાં ઈજા પહોંચી હતિ. તો એક મહિલા ગંભીર રીતે ઘાયલ હોતા તેને રાજકોટ ખસેડાઈ હતી.

    મુળ ગાગોદરનું પરંતુ હાલે આદિપુરમાં વસવાટ કરતા રાજપુત પરીવાર શુક્રવારના રાત્રીએ ગાગોદર ખાતે આવેલા માતાજીના મંદીરે દર્શન કરવા છકડામાં જઈ રહ્યો હતો ત્યારે લાકડીયા નજીક પાછળથી ધસમસતા આવી રહેલા ટ્રેઈલરે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે છકડો ઉછળીને પડ્યો હતો. જેથી સવાર રેખાબેન જીતેંદ્ર રાજપુત(ઉ.વ35), અણદુબેન મનજી રાજપુત (ઉ.વ.60), રતીબેન રાજપુત (ઉ.વ.50), પુજાબેન પ્રતાપ રાજપુત (ઉ.વ.50), જીતેંદ્ર મોરજી રાજપુત (ઉ.વ.35), યુવરાજ રણજીત રાજપુત (ઉ.વ.4), પ્રહલાદ જીતેંદ્ર રાજપુત (ઉ.વ.14), મયુર જીતેંદ્ર રાજપુત (ઉ.વ.14), રણજીત મોરજી રાજપુત (ઉ.વ.35) ને ઈજા પહોંચી હતી. તો રેખાબેનને વધુ ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે શનિવારે રાજકોટ ખસેડ્યા હતા. ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે ગાગોદર અને આદિપુર સ્થીત તેમના સ્નેહિજનો દોડી આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending