Home » Gujarat » Bhuj » Gandhidham » મેઘપર (કુ.) વાડ બાંધવા મુદે મહિલા પર 3નો હુમલો

મેઘપર (કુ.) વાડ બાંધવા મુદે મહિલા પર 3નો હુમલો

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:05 AM

અંજાર તાલુકાના મેઘપર કુંભરડીમાં મહિલાએ પોતાના વાડા પાસે આરોપીઓને વાડ બાંધવાની ના પાડતા અપશબ્દોનો મારો ચલાવી...

  • મેઘપર (કુ.) વાડ બાંધવા મુદે મહિલા પર 3નો હુમલો
    અંજાર તાલુકાના મેઘપર કુંભરડીમાં મહિલાએ પોતાના વાડા પાસે આરોપીઓને વાડ બાંધવાની ના પાડતા અપશબ્દોનો મારો ચલાવી લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જે અંગે મહિલાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.

    માહિતગાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેતા યાસ્મીનબેન મામદભાઈ સમેજાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઉમર સિધિક સમેજા, જામાબેન ઉમર સમેજા, હકીમા ઈબ્રાહીમ સમેજા (રહે. કોરારવાંઢ, મેઘપર કુંભારડી, અંજાર) એ શુક્રવારના સવારે ફરીયાદીના વાડા પાસે વાડ બાંધવાના પ્રયાસ કરતા તેમ ન કરવા જણાવ્યુ હતુ. જેથી ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ ધકબુસટનો માર મારી લાકડી વડે હુમલો ઈજા પહોંચાડી હતી.

    અહીં નોંધવુ રહ્યુ કે ફરીયાદી મહિલાએ ઘટનાની રાત્રેજ ઝેરી દ્રવ્ય ગટગટાવી ગયાની નોંધ અંજાર પોલીસમાં થઈ હતી. પરંતુ તેના બીજા દિવસે હુમલાની ફરિયાદ દાખલ કરાઈ હતી. તો દ્રવ્ય ગટકાવ્યા પાછળનું કારણ સ્પષ્ટ કરાયુ નથી ત્યારે ફરીયાદ સાથે તેનો સબંધ છે કે કેમ તે તપાસનો વિષય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ