• Home
 • Gujarat
 • Bhuj
 • Gandhidham
 • અંજારમાં ઘનશ્યામ મહારાજનો 55મો વાર્ષિક પાટોત્સવ યોજાયો

અંજારમાં ઘનશ્યામ મહારાજનો 55મો વાર્ષિક પાટોત્સવ યોજાયો

DivyaBhaskar News Network

Mar 24, 2018, 03:05 AM IST
અંજારમાં ઘનશ્યામ મહારાજનો 55મો વાર્ષિક પાટોત્સવ યોજાયો

અંજાર સ્વામી નારાયણ બિરમાજમાન ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મહાઅભિષેખ તથા અન્નકુટ, મહાઆરતી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય રાત્રિ સત્સંગ સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે હરીભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામી નારાયણ મંદિરના મહંત સ્વામી ભગવંત જીવન દાસ તેમજ સ્વામી વિધિપ્રકાશ દાસ, પુરાણી સ્વામી, કૃષ્ણપ્રિયદાસની પ્રેરણાથી પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય રાત્રિ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તોએ પ્રથમ દિવસે હાજરી આપી હતી. સંતોના હસ્તે ઘનશ્યામ મહારાજનો પંચામૃતથી અભિષેખ કરવામાં આવ્યો હતો. રાત્રિ સત્સંગ સભાના વ્યાસપીઠેથી સ્વામીએ હરીભક્તોને રસપીરસતા જણાવ્યું હતું કે, ભગવાન પ્રત્યે જેટલો વિશ્વાસ, પ્રેમભાવ રાખશો તો તમને જરૂર રોટલો મળશે. ભગવાન પ્રત્યે પ્રેમમય ભક્તિ સદાય જાળવી રાખવી જોઇએ. જો ભક્તો પોતાની ફરજો જાળવી રાખે છે તેના પ્રત્યે ભગવાનનો ભાવકાયમ રહે છે. આ પ્રસંગે સંતો સ્વામી બાલકૃષ્ણ દાસ, સ્વામી અક્ષરપ્રકાશદાસ, પાર્ષદ જાદવજી ભગત, સ્વામી નારાણમુની દાસ, સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસ વગેરે હાજર રહ્યા હતા. પાટોત્સવ પ્રસંગે શહેર, નાગલપર વાડી વિસ્તાર, બેન્સા વિસ્તાર, સાંખ્ય યોગી બહેનો, નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ, ગૃહસ્ત બહેનોનો સહયોગ સાંપડ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કોઠારી સ્વામી સંત સ્વરૂપદાસ, સ્વામી વ્યાસમુની, સ્વામી ભજનપ્રકાશ દાસ વગેરેનો સહયોગ મળ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત હરીભક્તો અને અન્નકુટ

25મીએ પુષ્પવૃષ્ટી

ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય દિવસે તા.25ના સવારે પ્રભાતફેરી, રાત્રે ધૂન અને મહાઆરતી સાથે પુષ્પવૃષ્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

X
અંજારમાં ઘનશ્યામ મહારાજનો 55મો વાર્ષિક પાટોત્સવ યોજાયો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી