તોલાણી કોલેજમાં આપદા મિત્રનો આરંભ કરાયો

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા અમલી યોજના મુખ્યમંત્રીના હસ્તે તાલીમ કાર્યક્રમ પુસ્તિકાનું...

DivyaBhaskar News Network | Updated - Apr 10, 2018, 03:05 AM
તોલાણી કોલેજમાં આપદા મિત્રનો આરંભ કરાયો
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નવી યોજના આપદા મિત્રનો તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના 9 વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે આપદા મિત્ર તાલીમ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ આપદા મિત્રોને તાલીમ આપવા માટે આશીર્વચન પાઠવ્યા હતા. ગોંડલમાં તા. 23 એપ્રીલથી 6 મે સુધી તાલીમ યોજાશે. તોલાણી કોલેજમાંથી હર્ષ પટેલ, દેવ ચૌધરી, વિશાલ મકવાણા, ભાવીક ચૌહાણ, રવિ મહેશ્વરી, ખ્યાતી ઠાકુર, ક્રીષ્ના ગુરખા, દમી નાઇ, પાયલ મેઘાણી ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

X
તોલાણી કોલેજમાં આપદા મિત્રનો આરંભ કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App