Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામના યુવાને અગમ્ય કારણોસર આયખું ટુંકાવ્યું

ગાંધીધામના યુવાને અગમ્ય કારણોસર આયખું ટુંકાવ્યું

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 03:05 AM

ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં રહેતા 35 વર્ષના યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો બનાવ એ-ડિવિઝન પોલીસમાં...

  • ગાંધીધામના યુવાને અગમ્ય કારણોસર આયખું ટુંકાવ્યું
    ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં રહેતા 35 વર્ષના યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો બનાવ એ-ડિવિઝન પોલીસમાં નોંધાયો છે.

    પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ઼ કે,શહેરના ગુરૂકુળ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પીટલ પાછળ પ્લોટ ન઼બર 123માં રહેતા 35 વર્ષીય પરાગ પ્રભુલાલ રાઠોડ(પ્રજાપતિ)નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરેજ મોડી સાંજે આત્મહત્યા કરી લીધી હતી.કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી.પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી સંકુલમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સમાજ માટે લાલબત્તી સમાન છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending