Home » Gujarat » Bhuj » Gandhidham » તાલુકા પંચાયતનું બજેટ મંજુર કરવા આજે બેઠક

તાલુકા પંચાયતનું બજેટ મંજુર કરવા આજે બેઠક

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 03:05 AM

ગાંધીધામ તાલુકા પંચાયતના નવા નાણાંકીય વર્ષના બજેટને મંજુર કરીને તેને આખરી ઓપ આપી જિલ્લા પંચાયતમાં જરૂરી...

  • તાલુકા પંચાયતનું બજેટ મંજુર કરવા આજે બેઠક

    ગાંધીધામ તાલુકા પંચાયતના નવા નાણાંકીય વર્ષના બજેટને મંજુર કરીને તેને આખરી ઓપ આપી જિલ્લા પંચાયતમાં જરૂરી સુધારા વધારા કરવા માટે બે મહિના પહેલા મોકલી આપવામાં આવ્યું હતું. નિયમ મુજબ મોકલવામાં આવેલા આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઇ સહિતના મુદ્દે જિલ્લા પંચાયત દ્વારા તપાસ કર્યા પછી કોઇપણ કાપકુપ વગર બજેટને લીલીઝંડી આપીને તાલુકા પંચાયતમાં મોકલી આપ્યું હતું. આ બજેટને ફરી એક વખત મંજુર કરવા માટે તા.16મીના રોજ બપોરે 12.30 કલાકે તાલુકા પંચાયતના હોલમાં સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ બેઠકમાં વિપક્ષ ફરી એક વખત મોઢામાં મગ ભરીને બેઠો રહે છે કે કેમ તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, તાલુકામાં કેટલાક કામોમાં ગરબડો ચાલી રહી છે. સફાઇની કામગીરી પણ ગ્રામ પંચાયતોમાં વ્યવસ્થિત રીતે થતી નથી. અનેકવિધ મુદ્દાઓ હોવા છતાં કોંગ્રેસ અવાજ ઉઠાવવામાં અત્યાર સુધી નિષ્ફળ ગઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending