Home » Gujarat » Bhuj » Gandhidham » કાર્ગો સર્વિસ રોડ પર 13,000ના શરાબ સાથે 1 પકડાયો 2 ફરાર

કાર્ગો સર્વિસ રોડ પર 13,000ના શરાબ સાથે 1 પકડાયો 2 ફરાર

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 03:05 AM

  • કાર્ગો સર્વિસ રોડ પર 13,000ના શરાબ સાથે 1 પકડાયો 2 ફરાર
    એલસીબીએ બે એક્ટિવા સાથે રૂ.1.14 લાખનો મુદ્દામાલ કબજે કરી

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામના કાર્ગો વિસ્તારના કંડલા તરફ જતા સર્વિસ રોડ પર એકટિવા ચાલકોની તલાશી લેતાં રૂ. 13,000ની કિંમતનો અંગ્રેજી પ્રકારનો શરાબ મળી આવતાં એલસીબીએ એક્ટિવા સહીત રૂ.1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કાર્યવાહી દરમિયાન બે શખસો નાસી છુટ્યા હતા અને એક પકડાયો હતો જેને બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં કાર્ગો વિસ્તારમાં કંડલા તરફ જતા સર્વિસ રોડ પર ઉભી હતી ત્યારે ચીરઇથી કંડલા જઇ રહેલા બે એક્ટિવા ચાલકોને ઉભા રાખી તલાશી લેતાં એક્ટિવાના આગળના ભાગે રાખેલી અંગ્રેજી દારુના ક્વાર્ટરીયા મળી આવતાં એક એક્ટિવામાંથી 60 અને બીજા એક્ટિવામાંથી 70 બોટલો રૂ.13,000ની કિંમતની જપ્ત કરી હતી.

    આ બાબતે એલસીબીના ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે,આ કાર્યવાહી દરમિયાન અંતરજાળના રાજનગરમાં રહેતા ત્રણ આરોપીઓમાંથી રવિરાજસિંહ તથા કાના નામના બે શખસ ફરાર થઇ ગયા હતા અને ઇશ્વર રામજી દાફડાને પોલીસે પકડી બે એક્ટિવા,મોબાઇલ સહિત કુલ 1,14,000ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending