Home » Gujarat » Bhuj » Gandhidham » તોલાણી ડિપ્લોમા કોલેજમાં પ્રશ્નો ન ઉકેલાતા ધરણા પ્રદર્શન

તોલાણી ડિપ્લોમા કોલેજમાં પ્રશ્નો ન ઉકેલાતા ધરણા પ્રદર્શન

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 03:05 AM

શિક્ષણનગરી ગણાતા આદિપુરમાં આવેલી કોલેજોમાં વિદ્યાર્થીઓને પુરતી સુવિધા સહિતના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી...

  • તોલાણી ડિપ્લોમા કોલેજમાં પ્રશ્નો ન ઉકેલાતા ધરણા પ્રદર્શન
    શિક્ષણનગરી ગણાતા આદિપુરમાં આવેલી કોલેજોમાં વિદ્યાર્થીઓને પુરતી સુવિધા સહિતના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પછી તેનો ઉકેલ ન આવતાં તોલાણી ડિપ્લોમા કોલેજમાં ધરણા યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

    એબીવીપી દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે તબક્કાવાર રજૂઆત કરવા માટે સક્રિયતા દાખવવામાં આવી રહી છે. જુદી જુદી કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સુવિધા તથા અન્ય બાબતોના પ્રશ્નો ઉકેલવા સંબંધિત ઓથોરીટી સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. તોલાણી ડિપ્લોમા કોલેજમાં પણ પંદર દિવસ પહેલા રજૂઆત કરવામાં આવ્યા પછી યોગ્ય નિરાકરણ ન આવતાં આજે ધરણા કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના નગરમંત્રી કિરણ આહિરે જણાવ્યું છે કે, ધરણાબાદ પ્રિન્સિપાલની ઓફિસમાં જઇને લેખીતમાં યોગ્ય સમયની માગણી કરવામાં આવી હતી. જો જલ્દીથી આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે, જેમાં કોઇપણ પરીસ્થિતિ ઉભી થાય તેની સઘળી જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.

    ન્યાયની લડત લડવામાં અચકાશું નહીં

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending