ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આઇડી બંધ હોવાથી પુન: આધારકાર્ડની કામગીરી બંધ

    આઇડી બંધ હોવાથી પુન: આધારકાર્ડની કામગીરી બંધ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 16, 2018, 03:05 AM IST

    ગાંધીધામમાં આધારકાર્ડ કઢાવવા માટે યોગ્ય સુવિધા ન હોવાને કારણે મામલતદાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆત પછી નગરપાલિકા...
    • આઇડી બંધ હોવાથી પુન: આધારકાર્ડની કામગીરી બંધ
      આઇડી બંધ હોવાથી પુન: આધારકાર્ડની કામગીરી બંધ
      ગાંધીધામમાં આધારકાર્ડ કઢાવવા માટે યોગ્ય સુવિધા ન હોવાને કારણે મામલતદાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆત પછી નગરપાલિકા દ્વારા ખાસ સુવિધા ઉભી કરવામાં આવી હતી. જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તે અવારનવાર કોઇને કોઇ કારણોસર કામગીરી બંધ રાખતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. બે દિવસથી પણ આવી જ રીતે કાર્ડ કઢાવવા આવતા લોકો નિરાશ થઇને પરત જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

      સરકાર દ્વારા આધારકાર્ડ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંકુલમાં આજે પણ હજુ ઘણા લોકો આધારકાર્ડ કઢાવવાથી વંચિત રહ્યા છે. પાલિકામાં ચાલી રહેલી આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં બેથી પાંચ દિવસનું વેઇટીંગ ચાલે તેવી સ્થિતિ છે. દરમિયાન આઇડી બંધ હોવાને કારણે બે દિવસથી કામગીરી બંધ રાખવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. દરવાજે તાળા મારેલા જોઇને આધારકાર્ડ આવેલા લોકો પરત ફરી રહ્યા છે.

      કાર્ડ કઢાવવાનો આધાર જ ટેકા વગરનો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આઇડી બંધ હોવાથી પુન: આધારકાર્ડની કામગીરી બંધ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `