• Gujarati News
  • National
  • અફવાઓના ઉચાટ વચ્ચે તહેવારોની શરૂઆત

અફવાઓના ઉચાટ વચ્ચે તહેવારોની શરૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામસંકુલમાં ઉપરાછાપરી ત્રણ ઘટનાઓ ચોટલી કાપવાની સામે આવ્યા બાદ સામાન્ય લોકોમાં ઉચાટ અને ડરનો માહોલ સર્જાયો હતો. તહેવારોની શરૂઆત થઈ રહી છે ત્યારે ડરનો વ્યાપ એટલો વધુ છે કે આસપાસ ફરતા અજાણ્યા શખ્સોને પણ લોકો શંકાની નજરે જોવાનું શરૂ કરી દીધુ છે. ગાંધીધામમાં ફરતી માનસીક વિક્ષીપ્ત મહિલા પર ચોટલી કાપવાનું કામ કરતી હોવાનો આક્ષેપ લગાવીને રવિવારે ચામુંડાનગરમાં લોકોએ ઘેરીને કનડગત કરી હતી.

શિક્ષીત અને સભ્ય સમાજમાં જેનું કોઈ સ્થાન હોઇ શકે તે પ્રકારની અફવાઓનો મારો હાલે સંકુલમાં ફેલાઈ રહ્યો છે. ગળપાદર, કાર્ગો અને ત્યારબાદ મેઘપર બોરીચીમાં એક બાદ એક ચોટલી કાપવાની ઘટનાઓ અફવાઓમાં ઈંધણનું કામ કરી રહિ છે ત્યારે હાલે તહેવારોની મૌસમ ખીલી રહી છે ત્યારે દરરોજ ચોટી કાપવા સબંધીત કોઇને કોઇ વાત સામે આવી રહિ છે. રવિવારના સવારે ચામુંડાનગરમાં એક માનસીક વિક્ષીપ્ત મહિલાને ટોળાઓએ ઘેર્યા હતા. તેના પર ચોટલી કાપવાનું કામ કરતા હોવાનો આરોપ લગાવી તેની સાથે વાર્તાલાપ કરવાની કોશીષ કરી હતી. આવી કોઇ મહિલા પકડાઈ હોવાની વાત થોડી ક્ષણોમાં માઉથ પબ્લીસીટીથી એટલી ફેલાઈ કે વિસ્તારનો રોડ જામ થઈ ગયો હતો અને લોકોના ટૉળે ટોળા કથીત ચોટલી કાપતી મહિલાને જોવા ઉમટી પાડ્યા હતા. ત્યાથી પસાર થતા એક હોમગાર્ડના યુવાન અને અન્ય કેટલાક શખ્સોએ મહિલા માનસીક વિક્ષીપ્ત હોવાનું જણાવી છોડાવી હતી.

માનસિક અસ્થિર મહિલાને ચર્ચાસ્પદ પ્રકરણ સાથે જોડી લોકો ઘેરી વળ્યા તા.

માનસિક હિસ્ટેરીયાની સમસ્યા છે, ચર્ચા બંધ કરો તો ઘટના પણ થતી બંધ થશે મનોવૈજ્ઞાનિક

અંગેગાંધીધામના મનોવૈજ્ઞાનિક ડો. સંજય બારોટનો સંપર્ક કરતા તેમણે હિસ્ટેરીયા હોવાનું જણાવ્યું હતું. એટલેકે જે કોઇ ઘટના સામે આવી છે સંભવત તેમાંથી મહતમમાં મહિલા પોતેજ ચોટલી કાપતી હોય છે. અંગે વધુ છણાવટ કરતા બારોટે જણાવ્યું હતું કે જ્યારે કોઇ અંગત જીવનમાં સમસ્યાઓથી જજુમતુ હોય, ઘરમાં માન સન્માન મળતુ હોય તેવી સ્થીતીમાં માનસીક આઘાત વ્યક્તિની જાણ વીના તેને ફિઝીકલ રુપ આપે છે. એટલેકે તે મગજ સહાનુભુતિ અને એટૅન્શન માટે સંભળાતા દરેક તુક્કા અજમાવે છે. જેથી જો ઘટના વિશેની ચર્ચા બંધ કરી દેવાય તો ઘટનાઓ પણ બંધ થઈ જશે. જરુર છે તો મહિલાઓને માન સન્માનની અને તેમને સમજવાની, સાંભળવાની.

ચોટલી કાપનાર પકડાયાની અફવાએ ભીડ ઉમટી

ચામુંડાનગરમાં માનસીક વિક્ષિપ્ત મહિલાને લોકોએ ચોટલી કાપતી મહિલા સમજી પરેશાન કરી

અન્ય સમાચારો પણ છે...