• Gujarati News
  • National
  • ગાંધીધામ સંકુલમાં ચેટીચંડ નિમિત્તે આજે રવાડી નીકળશે

ગાંધીધામ સંકુલમાં ચેટીચંડ નિમિત્તે આજે રવાડી નીકળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધીસમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની જન્મ જયંતી ચેટીચંડ સિંધીયત દિવસની ઉજવણી કરવામાં આવશે. બુધવારે ઝુલેલાલ મંદિરથી રવાડી કાઢવામાં આવશે. જે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી મંદિરમાં પરત આવશે. સાથે સાથે બાઇક રેલી, મ્યુઝીકલ નાઇટ વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીધામમાં દર વર્ષની જેમ ઝુલેલાલ મંદિરથી સવારના સમયે રવાડી કાઢવામાં આવશે. જેમાં સિંધી સમાજના વિભિન્ન સંસ્થા, પંચાયતો, મંડળ, સ્કૂલની ઝાંખી અલગ અલગ થીમ પર રજૂ કરવામાં આવશે. અંગેનું આયોજન કુંદનકુમાર ગોવાલાણી, રાજુ નાઉમલ, રમેશ ધનવાણી વગેરે દ્વારા કરવામાં આવ્યું છે. શહેરને ધજાપતાકાથી સજાવવાની સાથે મંદિરને પણ રોશનીનો ઝગમગાહટ કરીને દિપાવ્યું છે. આદિપુર - ગાંધીધામ સિંધી સમાજ દ્વારા મદનસિંહ ચોક ખાતેના ઝુલેલાલ મંદિરથી સાંજે 4.30 કલાકે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે એકતા નવ જવાન મંડળ- આદિપુર દ્વારા મીઠડી રાત ચેટીચંડજી અંતર્ગત રાજુ ચોથાણી દ્વારા મ્યુઝીકલ નાઇટનું સંતોષી મા ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8.30 કલાકે આયોજન કરાયું છે.

સંકુલમાં રોશનીનો ઝગમગાટ

સિંધી સમાજના ઇષ્ટદેવની જન્મ જયંતી ઉજવવા ઉમંગ

અન્ય સમાચારો પણ છે...