Home » Gujarat » Bhuj » Gandhidham » અધિનિયમમાં ફેરબદલ અંગે આજે રેલી કઢાશે

અધિનિયમમાં ફેરબદલ અંગે આજે રેલી કઢાશે

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ અત્યાચાર અધિનિયમમાં ફેરબદલ કરી તેને હળવી...

  • અધિનિયમમાં ફેરબદલ અંગે આજે રેલી કઢાશે
    સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ અત્યાચાર અધિનિયમમાં ફેરબદલ કરી તેને હળવી કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદથી સમગ્ર દેશમાં તે અંગે ચર્ચાએ જોર પકડ્યુ છે ત્યારે ગાંધીધામમાં વિવિધ સંગઠનો દ્વારા આ અંગે રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે.

    આદર્શ યુવા મંડલ સહિતના સંગઠનો દ્વારા સોમવારે સવારે 9 વાગ્યે ગાંધીધામના ઓલ્સો સર્કલથી રેલી સ્વરુપે નિકળી મામલતદાર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપવામાં આવશે. મંડળના પ્રમુખ ગોરધન સાપેલાએ જણાવ્યુ હતુ કે સૌથી મોટા સમુદાયના લોકો આ નિર્ણયથી અસુરક્ષીત અને અંસતોષની લાગણી અનુભવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending