Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ઘર પાસે ઉભા રહેવાની ના પાડતાં બે મહિલા પર છરીથી હુમલો

ઘર પાસે ઉભા રહેવાની ના પાડતાં બે મહિલા પર છરીથી હુમલો

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

ગાંધીધામના પીએસએલ કાર્ગો વિસ્તારનો બનાવ : સંકુલમાં નાનીનાની વાતે થતા છરીથી હુમલાના બનાવો ચીંતાજનક ક્રાઇમ...

  • ઘર પાસે ઉભા રહેવાની ના પાડતાં બે મહિલા પર છરીથી હુમલો
    ગાંધીધામના પીએસએલ કાર્ગો વિસ્તારનો બનાવ : સંકુલમાં નાનીનાની વાતે થતા છરીથી હુમલાના બનાવો ચીંતાજનક

    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામના પીએસએલ કાર્ગો ઝુંપડા વિસ્તારમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતાં ઉશ્કેરાયેલા યુવક અને યુવતીએ બે મહિલા પર છરીથી હુમલો કરવાની ઘટના બી-ડીવિઝન પોલીસમાં નોંધાઇ છે.

    પીએસએલ કાર્ગો વિસ્તારમાં રહેતા તીન્ટુ વિજય ગુપ્તાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ,દિપક છોટેલાલ પાસવાન અને કરિશ્મા પાસવાનને ઘરપાસે ઉભા રહેજાની ના પાડતાં ઉશ્કેરાયેલા બન્ને જણાએ સુમનબેન અને કવિતાબેન પર છરીથી હુમલો કરી દીધો હતો જેમાં ઇજાગ્રસ્ત મહીલાને સારવાર માટે હોસ્પીટલ ખસેડાઇ હતી.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હેડ કોન્સ્ટેબલ ધાંધરને સોંપી છે.અત્રે ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ નાનીનાની વાતોમાં છરીથી હુમલાના બનાવો બની ચુક્યા છે ત્યારે સંકુલમાં નજીવી બાબતે થઇ રહેલા છરીથી હુમલાના બનાવો ચિંતાજનક બાબત બની ગઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending