• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આદિપુરમાં પોલીસકર્મીને રોફ ભારે પડ્યો: ચાર યુવાનોએ ધોઇ નાખ્યા

આદિપુરમાં પોલીસકર્મીને રોફ ભારે પડ્યો: ચાર યુવાનોએ ધોઇ નાખ્યા

DivyaBhaskar News Network

Apr 02, 2018, 03:00 AM IST
આદિપુરમાં પોલીસકર્મીને રોફ ભારે પડ્યો: ચાર યુવાનોએ ધોઇ નાખ્યા
આદીપુરમાં પોલીસકર્મીને મદદ કરનાર યુવાનો ઉપર ખાખીનો રોફ જમાવવો ભારે પડ્યો હતો કાર કાઢવામાં મદદ કરી છતાં પોલીસકર્મીએ નશાની હાલતમાં ભુંડી ગાળો આપી ઝપાઝપી કરતાં આખરે યુવાનોએ આ રોફ જમાવતા પોલીસકર્મીને મેથીપાક ચખાડી પાઠ ભણાવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

આ બનાવ બાબતે સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,રાત્રે નશાની હાલતમાં કારમાં નિકળેલા આ પોલીસકર્મીની કાર ગટરની ચેમ્બરમાં ફસાઇ હતી જે ન નિકળતાં સામે જ ઉભેલા ચાર યુવાનોને ગાળો આપી અહીંકેમ ઉભા છો મારી કારને ધક્કા મારી બહાર કઢાવવાનો હુકમ કરતાં યુવાનોએ ધક્કા મારી કાર બહાર કાઢવાની કોશિશ કરી હતી પરંતુ ન નિકળતાં યુવાનોએ છકડો બોલાવી ફસાયેલી કાર બહાર કાઢી હતી પરંતુ મદદે આવનાર યુવાનોને તમો યુવાન હોવા છતાં કાર બહાર કાઢી ન શકયા એમ કહી ભુંડી ગાળો આપી ઝપાઝપી કરતાં આખરે કંટાળેલા યુવાનોએ નશામાં ચકચુર ખાખીનો રોફ જમાવતા પોલીસ કર્મીને મેથીપાક ચખાડી પાઠ ભણાવતા પોલીસકર્મી તચ્યાંથી રફુચક્કર થયા હતા.સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આ પોલીસકર્મી સતત ધમકાવીને જ વાત કરતો હોવા છતાં યુવાનોએ મદદ કરી તેમ છતાં પણ રોફ જમાવી ભુંડી ગાળો આપતાં યુવાનોએ આ પગલું ભર્યું હતું. અહીં નોંધવું રહ્યું કે, પોલીસ કર્મીઓ દ્વારા અવારનવાર લોકો સાથે અયોગ્ય વર્તન અને અપમાનજનક ભાષામાં વાત કરાતી હોવાની ફરિયાદ ઉઠતી રહી છે.

X
આદિપુરમાં પોલીસકર્મીને રોફ ભારે પડ્યો: ચાર યુવાનોએ ધોઇ નાખ્યા
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી