Home » Gujarat » Bhuj » Gandhidham » ભીમાસરમાં દેશી દારૂનોઆથો ખાઇ લેતાં બે ગાયોના મોત, ચાર ગંભીર

ભીમાસરમાં દેશી દારૂનોઆથો ખાઇ લેતાં બે ગાયોના મોત, ચાર ગંભીર

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

અડેસર માર્ગ પર થયેલા અકસ્માતમાં મોટી હમીરપરના યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું તળાવમાં બનાવેલી...

  • ભીમાસરમાં દેશી દારૂનોઆથો ખાઇ લેતાં બે ગાયોના મોત, ચાર ગંભીર
    અંજાર તાલુકાના ભીમાસર ગામના તળાવમાં બનાવેલી દેશી દારૂની ભઠ્ઠીમાં રહેલો આથો ખાઇ લેતાં બેગાયોના મોત થયા અને ચાર ગાયની હાલત ગંભીર છે,આ બનાવની જાણ થતાં ગામલોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં ભેગા થયેલા ગ્રામજનોએ ગામમાં આવેલી દેશી દારૂની પાંચ ભઠ્ઠીઓ ગ્રામજનોએ સળગાવી નાખી હતી અને 500 કિલોથી વધુ ગોળનો જથ્થો જપ્ત

    ...અનુસંધાન પાના નં. 11



    કર્યો હતો,આ બનાવની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

    આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,અંજાર તાલુકાના ભીમાસર ગામના ખાલી તળાવમાં દેશી દારૂના ધંધાર્થીઓ દ્વારા બનાવેલી ભઠ્ઠીમાં પડેલો દારૂ બનાવવાનો આથો ત્યાં ફરી રહેલી ગાયોએ ખાઇ લેતાં બે ગાયોના મોત નિપજ્યા હતા તો ચાર ગાયોની હાલત ગંભીર છે,આ બનાવની જાણ થતાં ગ્રામજનોનો આક્રશ ભભૂકી ઉઠ્યો હતો અને ગામમાં આવેલી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર હલ્લાબોલ કર્યો હતો અને પાંચ જેટલી ભઠ્ઠીઓ સળગાવી દીધી હતી,તો ભઠ્ઠીમાંથી 500 કિલોથી વધુ ગોળ કબજે કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી,ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.



    આ ગામમાં 20 જેટલી ભઠ્ઠીઓ ધમધમે છે

    ભીમાસરના લોકોના જણાવ્યા મુજબ ગામમાં 20 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અવારનવાર પોલીસમાં રજુઆતો કરી છે પરંતુું દુષણ બંધ થવાનું નામ નથી લેતું,ગામનું તળાવ ખાલી થતાં તેમાં પણ દેશી દારૂ બનાવવાનું શરૂ કરી દીધું,આ બુટલેગરો સામે કડક પગલાં લેવાય તેવી રજુઆત ગ્રામજનોએ પોલીસ સમક્ષ કરી હતી.

    ગાયમાતાના મૃત્યુથી લાગણી દુભાઇ છે

    આ બાબતે ગામના અગ્રણી મનજીભાઇ આહીરે જણાવ્યું હતુ઼ કે,દેશીદારૂને કારણે ગાયમાતાનો ભોગ લેવાયો છે તેના કારણે ગ્રામજનોની લાગણી દુભાઇ છે ,આ બનાવ બાદ ગામમાં ફરતી ગાયોને પાંજરાપોળ મુકી આવ્યા છીએ પણ જો આ દેશી દારૂનું દુષણ બંધ નહીં થાય તો ગ્રામજનો ઉગ્ર લડત ચલાવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending