Home » Gujarat » Bhuj » Gandhidham » રાપર નજીક બાઇક સામસામે અથડાયા:એકનું મોત એક ગંભીર

રાપર નજીક બાઇક સામસામે અથડાયા:એકનું મોત એક ગંભીર

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

અડેસર માર્ગ પર થયેલા અકસ્માતમાં મોટી હમીરપરના યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું તળાવમાં બનાવેલી...

  • રાપર નજીક બાઇક સામસામે અથડાયા:એકનું મોત એક ગંભીર
    રાપરથી આડેસર જતા માર્ગ પર પુરપાટ જઇ રહેલી બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઇ જતાં એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો એક યુવાન ગંભીર ઘાયલ થતાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે.

    આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,રવિવારે બપોરે એક વાગ્યાના આરસામાં રાપરથી આડેસર જતા માર્ગ પર આવેલી કંકુબાઇની વાડી પાસે પુરપાટ જઇ રહેલી બે બાઇકો ધાકાભેર અથડાઇ હતી બન્ને બાઇકો એટલા જોરથી અથડાઇ હતી કે એકબીજામાં ચોંટી ગઇ હતી.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી મોટી હમીરપરના 35 વર્ષીય યુવાન ધરમશી બેચરા ભરવાડનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું,તો બીજી બાઇક પર સવાર રાપરના અલજીબાપુ

    ...અનુસંધાન પાના નં. 11



    વાસમાં રહેતા 22વર્ષીય ચિરાગ નાનજી દરજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો,પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને બાઇકના ચાલકો ડબલ સવારીમાં હતા અને પુરપાટ જઇ રહેલા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending