Home » Gujarat » Bhuj » Gandhidham » ભચાઉના મહીલા પીએસઆઇનું દુષ્કર્મ પીડીતા સાથે અમાનવીય વર્તન

ભચાઉના મહીલા પીએસઆઇનું દુષ્કર્મ પીડીતા સાથે અમાનવીય વર્તન

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

ફરિયાદ નહીં નોંધાય તો આત્મવિલોપન કરવાની લેખિત અરજી પોલીસવડાથી લઇ ગૃહરાજ્યમંત્રી સુધી કરી

  • ભચાઉના મહીલા પીએસઆઇનું દુષ્કર્મ પીડીતા સાથે અમાનવીય વર્તન
    ભચાઉમાં લગ્નની લાલચ આપી આચરાયેલા મુંબઇ રહેતી દુષ્કર્મની પીડિતાને મારી સાથે આવું કંઇ થયું નથી તેવા લખાણ પર સહી કરાવી,આ પીડિતા દ્વારા પોલીસવડા સુધી કરાયેલી રજુઆતો પછી પણ ભચાઉના મહીલા પીએસઆઇએ તારાથી જે થાય એ કરી લે તેવું કહી ફરિયાદ ન લેવાતાં આખરે દુષ્કર્મ પીડિતાએ પુર્વ કચ્છ પોલીસવડા થી લઇ ગૃહરાજ્ય મંત્રી સુધી લેખિત રજુઆત કરી જો ફરિયાદ નહિં નોંધાય તો ગાંધીધામ એસપી કચેરીમાં આત્મવિલોપનની ચીમકી આપતાં ચકચાર મચી જવા પામી છે.

    આ પીડિતાએ ગૃહરાજ્યમંત્રી સુધી પહોંચાડેલા ફરિયાદ પત્રમાં જણાવ્યા મુજબ,વર્ષ-2016ના અંતમાં મુળ માધાપરના અને હાલ મસ્કત રહેતા સંજય હરીશકુમાર હંસોરાએ લગ્ન કરવાની લાલચ આપી ભચાઉ પોલીસ સ્ટેશન સામે આવેલા ગેસ્ટહાઉસમાં એકથી વધુ વાર દુષ્કર્મ આચરી અને પોતાની વાતમાં ફરી ગયેલ,આ બનાવની લેખિત ફરીયાદ 11 મે 2017માં પ્રથમવાર ભચાઉ પોલીસમાં આપી પરંતુ 10 મહીના સુધી પોલીસે કંઇ પગલાં ન લેતાં તા.9 માર્ચ,2018માં ફરી રિમાન્ડર અરજી કરી અને મુંબઇ પરત ફરી હતી.

    ત્યારબાદ એક દિવસ રહી ભચાઉ પોલીસના મહીલા પીએસઆઇ સિસોદિયાનો ફોન આવ્યો અને નિવેદન નોંધાવી જવા કહ્યું,તા.13 માર્ચ 2018ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન પહોંચી તો 3 કલાક બેસાડી રાખી મહિલા પીએસઆઇએ જો તું ફરિયાદ કરીશ તો તું જ જેલમાં જઇશ,તને કોઇ વકીલ બચાવી શકશે નહીં જેવી વાતો કરી પીડિતાને ડરાવી મારી સાથે કંઇ થયું નથી તેવા લખાણ પર સહી કરાવી લીધી.

    આ બાબતે પીડિતાએ પીઆઇ ગોઢાણીયાને વાત કરી તો તેમણે ફરી મહીલા પીએસઆઇ પાસે જવાનું કહ્યું પરંતુ ફરિયાદ ન નોંધતા પીડિતાએ આ બાબતે પુર્વ કચ્છ પોલીસવડા ભાવના પટેલને તા. 19 માર્ચે લેખિતમાં જાણ કરી,આ રજુઆત બાદ મહિલા પીએસઆઇએ પીડિતાને બોલાવી તારાથી ગમે તે થાય કરી લે ફરિયાદ નહીં નોંધાય મારું કોઇ કંઇ બગાડી શકે તેમ નથી તેવું કહી અમાનવીય વર્તન કર્યુ઼ હોવાનું પીડિતાએ ગૃહરાજ્યમંત્રી સુધી રજુઆત કરી છે અને સાથે જો 4 એપ્રીલ સુધી આ બાબતે ફરિયાદ નહીં નોંધાય તો 5 એપ્રીલે 11 વાગ્યે ગાંધીધામની એસપી કચેરીમાં આત્મવીલોપન કરવાની ચીમકી પણ પીડિતાએ આપી છે.

    તારાથી થાય એ કરી લે ફરિયાદ નહીં નોંધાય એમ કહી ફરિયાદ ન નોંધી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending