Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આધોઇમાં ઘર પાસે ગાળો ન બોલવા કહેતાં માર મરાયો

આધોઇમાં ઘર પાસે ગાળો ન બોલવા કહેતાં માર મરાયો

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

આધોઇના જુનાવાસ ખાતે પોતાના ઘર સામે ગાળો બોલનાર શખસને ગાળો બોલવાની ના કહેતાં ઉશ્કેરાઇ ગયેલા શખસે લાકડી વડે હુમલો...

  • આધોઇમાં ઘર પાસે ગાળો ન બોલવા કહેતાં માર મરાયો
    આધોઇના જુનાવાસ ખાતે પોતાના ઘર સામે ગાળો બોલનાર શખસને ગાળો બોલવાની ના કહેતાં ઉશ્કેરાઇ ગયેલા શખસે લાકડી વડે હુમલો કરતાં તેમાં વચ્ચે આવનાર યુવતીને પણ ઇજાઓ

    પહોંચી હતી.

    આ બાબતે આધોઇના જુનાવાસમાં રહેતી દેવીકાબેન ગણેશભાઇ વાઘેલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,છેલ્લા બે દિવસથી પોતાના ઘરની સામે ઉભી ભુંડિ ગાળો બોલી રહેલા અનિલ રૂડા વાઘેલાને દેવીકાબેનના મોટા ભાઇએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા અનિલે લાકડી વડે તેના પર હુમલો કર્યો હતો જેમાં છોડાવવા વચ્ચે પડેલી દેવીકાબેનને પણ ઇજાઓ પહોંચી હતી,ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending