Home » Gujarat » Bhuj » Gandhidham » શક્તિનગરમાં જુગાર રમતા 4 ખેલી 14 હજાર રોકડ સાથે જબ્બે

શક્તિનગરમાં જુગાર રમતા 4 ખેલી 14 હજાર રોકડ સાથે જબ્બે

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:00 AM

માતા, પુત્ર સાથે મીઠી રોહર અને આદિપુરનો શખ્સ ઝડપાયો ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ ગાંધીધામના શક્તિનગરમાં...

  • શક્તિનગરમાં જુગાર રમતા 4 ખેલી 14 હજાર રોકડ સાથે જબ્બે
    માતા, પુત્ર સાથે મીઠી રોહર અને આદિપુરનો શખ્સ ઝડપાયો

    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

    ગાંધીધામના શક્તિનગરમાં જાહેરમાં જુગટુ રમી રહેલા ચાર ખેલીઓને પોલીસે 14 હજાર રોકડ સાથે ઝડ્પી પાડ્યા હતા. શનિવારે રાત્રે એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં આ વિસ્તારમાં આવેલા ખુલ્લા વિસ્તારમાં જાહેરમાં જુગટુ રમી રહેલા કોમલ ચંદ્રુ હિંદુજા (ઉ.વ.39) રોહન ચંદ્રુ હિંદુજા (ઉ.વ.19) (બંન્ને રહે. શક્તિનગર), શૈલેષ કાનજીભાઈ ધેડા (ઉ.વ.35) (રહે. ચારવાડી, આદિપુર), ઈશાક મુરુ સોઢા (ઉ.વ.35) (રહે. મીઠી રોહર) ને પકડી પાડ્યા હતા. તપાસ કરતા તેમની પાસેથી 14,200 રોકડ સાથે પકડી પાડ્યા હતા. આ કાર્યવાહિમાં મંગલ વિઝોંડા, હરમનસિંહ જાડેજા, મહેંદ્રસિંહ જાડૅજા, જનક લખુ, મહિલા પોલીસ કોન્સટેબલ ક્રિષ્ણાબેન રબારી, નેહાબેન સોલંકી જોડાયા હતા તેમ ધર્મેંદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending