Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » DPTમાં મરીન ખલાસીની ભરતીમાં ઉમેદવારો અટવાયા

DPTમાં મરીન ખલાસીની ભરતીમાં ઉમેદવારો અટવાયા

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:00 AM

દીન દયાલ પોર્ટમાં કર્મચારીની ભરતીના મુદ્દે અવારનવાર કાંઇકને કાંઇક વિવાદ થતા હોય છે. 2004થી કોર્ટ કાર્યવાહી ચાલુ...

  • DPTમાં મરીન ખલાસીની ભરતીમાં ઉમેદવારો અટવાયા
    દીન દયાલ પોર્ટમાં કર્મચારીની ભરતીના મુદ્દે અવારનવાર કાંઇકને કાંઇક વિવાદ થતા હોય છે. 2004થી કોર્ટ કાર્યવાહી ચાલુ હોવા છતાં એક યા બીજા કારણોસર થોડા સમય પહેલા ભરતી માટે કાર્યવાહી કરાઇ હતી અને ત્યાર બાદ મરીન ખલાસીની આ જગ્યાઓમાં જે તે કાનૂની મુદ્દા છે તેનો આધાર રાખીને હવે પોર્ટ પ્રશાસન દ્વારા મનસ્વી વલણ દાખવીને પરીક્ષા આપેલ ઉમેદવારોને જવાબ આપવાનું ટાળી રહ્યા છે અને હવે ભરતી નથી કરવી તેવો જવાબ આપીને ચેરમેનને મળવાની સલાહ આપવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે.

    જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મરીન ખલાસીની જગ્યા માટે અગાઉ કેસ કરવામાં આવ્યો હતો. જે પાછળથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટ્રીબ્યુનલમાં અન્ય કોઇ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. જેનો હવાલો આપીને અધિકારીઓ દ્વારા હાલ મરીન ખલાસીની બાકી જગ્યા માટે પસંદગી પાત્ર હોય તેવા કે જે પુછપરછ કરી રહ્યા છે તેને ઉપરોક્ત બહાનું આપી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. જો આમ જ હોય તો ભરતીની પ્રક્રિયા કરવાની જ શું જરૂર હતી તેવો પ્રશ્ન નોકરીની અપેક્ષાએ કેપીટીમાં તળીયા ઘસી રહેલા બેરોજગારો કરી રહ્યા છે. સંબંધિત અધિકારી ચેરમેનને મળવાનો ખો આપી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending