કામદારોના શોષણ મુદ્દે માનવ અધિકારમાં ઘા

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વર્ગ-3 અને 4ના દલિત કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી હંગામી રોજંમદાર...

DivyaBhaskar News Network | Updated - Mar 25, 2018, 03:00 AM
કામદારોના શોષણ મુદ્દે માનવ અધિકારમાં ઘા
ગાંધીધામ નગરપાલિકા દ્વારા વર્ગ-3 અને 4ના દલિત કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી હંગામી રોજંમદાર કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી. અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પગલા ભરવામાં ન આવતાં આખરે આ મુદ્દે માનવ અધિકારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે.

શીવજીભાઇ વાઘેલાએ માનવ અધિકારી આયોગમાં કરેલી ફરિયાદ અનુસાર હંગામી રોજમદાર વર્ગ-3 અને 4ના કર્મચારીના પ્રશ્નો પાલિકા ઉકેલતી નથી. જેમાં વસ્તી મુજબ મહેકમ, કાયમી કરવા, નિવૃત થયા હોય તેવા કર્મચારીઓને છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં સામેલ કરવા વગેરેનો સમાવેશ થાય છે. જવાબદાર અધિકારીઓરાજકીય પક્ષો એકબીજી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. અને આ માગણી પ્રત્યે ધ્યાન દેવામાં આવતું નથી. નગરપાલિકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાનગીકરણ દ્વારા ઠેકાઓ આપીને કામદારોનું શોષણ કરી રહ્યા છે. કામદારોનું શોષણ અટકે અને તાત્કાલિક ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાલ્મીકી સેવા સમાજ દ્વારા આ મુદ્દે તાજેતરમાં પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા વગેરેને રજૂઆત છતાં ઉકેલ લાવવામાં ન આવતાં આખરે આ મામલો માનવ અધિકાર આયોગમાં મોકલવામાં આવ્યો છે.

X
કામદારોના શોષણ મુદ્દે માનવ અધિકારમાં ઘા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App