ગટરના પાણીથી ત્રસ્ત રહીશોના ધરણા

રેલવે પ્રશાસન દ્વારા ગટરના પુલીયાનો પ્રવાહ બંધ કરી દેતાં શુક્રવારે કાર્ગો વિસ્તારમાં સમસ્યા ઉભી થઇ હતી....

DivyaBhaskar News Network | Updated - Mar 25, 2018, 03:00 AM
ગટરના પાણીથી ત્રસ્ત રહીશોના ધરણા

રેલવે પ્રશાસન દ્વારા ગટરના પુલીયાનો પ્રવાહ બંધ કરી દેતાં શુક્રવારે કાર્ગો વિસ્તારમાં સમસ્યા ઉભી થઇ હતી. લોકોના ઘર અને રસ્તા પર દુષિત પાણી ફરી વળતાં આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી જન્મી હતી. કફોડી હાલતમાં મુકાયેલા રહીશોએ રજૂઆત કર્યા પછી પરીણામ ન આવતાં શનિવારે રેલવે પ્રશાસન સામે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. રહીશોના ધરણા પછી રેલવેના બાબુઓને જાણ કરવામાં આવ્યા પછી રવિવારે સાનુકુળ ઉકેલ લાવવાની ખાતરી આપતા મામલો અંતે સમેટાયો હતો.

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ કાર્ગો વિસ્તારના રહીશો અવારનવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકોને પ્રાથમિક સુિવધા મળતી ન હોવાથી પાલિકામાં માગણી પણ કરવામાં આવે છે પરંતુ કોઇ જ સુવિધાઓ આપવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી. રસ્તા, પાણી, ગટરની સમસ્યાથી ત્રસ્ત બનેલા આ વિસ્તારના લોકોને થોડા સમય પહેલા ચૂંટણી બાદ નગરપાલિકાની નવી બોડી દ્વારા રસ્તા બનાવવા માટે મંજુરી આપવામાં આવી હતી અને લાખો રૂપિયાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. દરમિયાન ગઇ કાલે રેલવે પ્રશાસન દ્વારા અચાનક જ કામગીરી હાથ ધરીને જેસીબી મશીન સાથે પુલીયા પરનો માર્ગ બંધ કરી દેતાં દુષિત પાણી નિકાલના અભાવે લોકોના ઘરમાં ઘૂસી ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી. આજે પાલિકા અને રેલવે પ્રશાસનમાં રજૂઆત કરી હતી. ઉકેલ ન આવતાં રહીશો દ્વારા સાંજના સમયે રેલવે સ્ટેશને ધરણા યોજ્યા હતા. જેને કારણે પ્રશાસનમાં દોડધામ મચી ગઇ હતી. સ્ટેશન માસ્તર સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં અગાઉ ચૂંટાયેલા પૂર્વ નગરસેવક સંજય ગાંધીએ એઆરએમ સહિતનાને પરીસ્થિતિથી વાકેફ કરતા રવિવારે ઉકેલની ખાતરી આપવામાં આવી છે.

ધરણા પર રહેલા રહીશો અને સ્ટેશન માસ્તરને રજૂઆત કરાઇ

X
ગટરના પાણીથી ત્રસ્ત રહીશોના ધરણા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App