Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અપનાનગરમાં લાઇન તુટતાં અમૂલ્ય પાણીનો થયો બગાડ

અપનાનગરમાં લાઇન તુટતાં અમૂલ્ય પાણીનો થયો બગાડ

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:00 AM

ગાંધીધામ પાલિકાની નબળી કામગીરીને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણી બચાવવા માટે અભિયાન ચલાવવાની વાતો...

  • અપનાનગરમાં લાઇન તુટતાં અમૂલ્ય પાણીનો થયો બગાડ
    ગાંધીધામ પાલિકાની નબળી કામગીરીને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણી બચાવવા માટે અભિયાન ચલાવવાની વાતો કરનારા તંત્ર દ્વારા ગંભીરતાથી પગલા ભરવામાં આ આવતા આજે ફરી એક વખત પાણીનો બગાડ થયો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. અપનાનગરમાં પાણીની લાઇન લીકેજ થતાં રસ્તા પર સાંજના સમયે પાણી ફરી વળ્યા હતા. પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા છતાં મોડે સુધી આ બાબતે કોઇ પગલા ભરવામાં આવ્યા ન હોવાની ફરિયાદ રહીશોમાંથી ઉઠી રહી છે. શહેરમાં લોકોને પુરતા પ્રમાણમાં પીવાનું મળી રહે તે માટે પદાધિકારી વર્ગ દ્વારા થોડા સમય પહેલા જ રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરાવી હતી. પણ તેની ઉપર અધિકારીઓ દ્વારા હાલ પાણી ફેરવાઇ રહ્યું હોય તેવી સ્થિતિ છે.

    પાલિકાનો સંકલ્પ સૂચન કાગળ પર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending